BREAKING NEWS

રાજકોટ એસટીને નવી સાત વોલ્વો અને છ એસી કોચ બસની ફાળવણી કરાઇ

  • May 29, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા રાજકોટ એસટી ડિવિઝનના રાજકોટ એસટી બસપોર્ટને સાત નવી વોલ્વો અને છ એસી કોચની ફાળવણી કરવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ એસટી બસ પોર્ટના વોલ્વો ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરના જણાવ્યા મુજબ, વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ વિભાગ દ્રારા ગઇકાલથી રાજકોટથી વડોદરા ટ પર બે નવી વોલ્વો બસનું સંચાલન શ કરાયું છે જેનો રાજકોટથી ઉપડવાનો સમય ૯:૩૦ અને ૫:૦૦નો રહેશે. આગામી ટૂંક સમયમાં આ ઉપરાંત પાંચ નવી વોલ્વો બસો રાજકોટ–વડોદરા અને રાજકોટ–ભુજ ટ ઉપર મુકવામાં આવશે. યારે છ નવી એ.સી. સીટર બસ રાજકોટ–સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ–મોરબી, રાજકોટ–જામનગર તથા રાજકોટ–દાહોદ ટ ઉપર શ કરવામાં આવશે. આ મુજબ કુલ ૧૩ નવી પ્રીમિયમ બસ સેવા શ કરવામાં આવશે.આ નવી સેવાઓ શ થતાં મુસાફરોને વધુ સુવિધાજનક, સલામત, આરામદાયક અને આધુનિક મુસાફરીનો લાભ મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application