BREAKING NEWS

રાજકોટ એસટીની લાઇન ચેકિંગ સ્ક્વોડ ત્રાટકી: ૧૪૦ કેસ ફટકાર્યા

  • November 03, 2025 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવીઝનની લાઇન ચેકીંગ સ્ક્વોડ દ્વારા તાજેતરમાં વિવિધ રૂટની એસટી બસોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરીને કુલ ૧૧૩ કેસ કરવામાં આવ્યા હતા.

વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે, લાઇન ચેકીંગ સ્ક્વોડ દ્વારા મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ નહીં આપતા ત્રણ કંડકટરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા જેમને સસ્પેન્ડ કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જ્યારે વિવિધ રૂટની બસમાં દિવાળીના તહેવારોની ભીડનો લાભ લઈને ટિકિટ વિના મુસાફરી કરતા ઝડપાયેલ ૨૪ મુસાફર પાસેથી રૂ.૧૧,૧૭૩નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ઉપરોક્ત ૨૭ કેસ ઉપરાંત વિવિધ પ્રકારની અનિયમિતતાઓ, ગેરશિસ્ત અને નિયમભંગ બદલ અન્ય ૧૧૩ કેસ કરવામાં આવ્યા હતા જેમાં (૧) બસ વ્હેલા મોડી હોવી (૨) બસમાં આગળ અને પાછળ રૂટ બોર્ડ ન હોવું (૩) નિયત બસ સ્ટોપ ઉપર બસ ઉભી ન રાખવી (૪) નિયત માત્રા કરતા વધુ લગેજ સાથે મુસાફરી કરતા મુસાફરોની લગેજ ટિકિટ ન બનાવવી (૫) હાઇવે ઉપરની હોટલોમાં ગેરકાનૂની હોલ્ટ (૬) ડ્રાઇવર કંડકટરએ નિયત યુનિફોર્મ પહેર્યો ન હોવો (૭) મુસાફરો સાથે ઉધ્ધત વાણી, વર્તન અને વ્યવહાર (૮) બસમાં સ્વચ્છતા ન હોવી (૯) નિયત બસ સ્ટોપના બદલે અન્ય સ્થળે બસ ઉભી રાખવી (૧૦) મુસાફરોને છૂટા પૈસા પરત આપવા મામલે માથાકૂટ સહિતના વિવિધ પ્રકારના કેસ કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application