BREAKING NEWS

૪૧.૭ ડિગ્રી સાથે રાજકોટ અને અમદાવાદ સૌથી ગરમ

  • May 16, 2026 08:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઉનાળાની તીવ્ર ગરમી થથાવત રહી છે. આજે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે વહેલી સવારનું લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા નોંધાયું હતું અને પવનની સરેરાશ ગતિ ૧૪ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો હતો. રાજકોટની સાથે અમદાવાદમાં પણ ૪૧.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 40 સુરેન્દ્રનગરમાં ૪૧.૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૧.૨ ડિગ્રી અને અમરેલીમાં ૪૦.૯ ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો માહોલ વધુ તીવ્ર બન્યો હતો. વડોદરામાં ૩૯.૬ ડિગ્રી, ભાવનગરમાં ૩૯ ડિગ્રી અને ભુજમાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી અને લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તીવ્ર તડકાને કારણે આરોગ્ય પર પણ અસર થવાની શકયતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.હવામાન વિભાગ મુજબ હાલ ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ કચ્છ સહિતના જિલ્લાઓમાં ગરમીનો માહોલ બચાવત રહેશે, પરંતુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં અંદાજે રથી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application