BREAKING NEWS

જીએસટી ચોરીમા બોગસ બિલિંગનું હબ બનતું રાજકોટ : 1260 શંકાસ્પદ જીએસટીએન એકટીવ

  • December 27, 2025 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જીએસટી ચોરી કરવા માટે થતાં બોગસ બીલીંગનું એપી સેન્ટર બની ગયું છે. કારણ કે, તાજેતરમાં સીબીઆઇસીની ખાસ દેશવ્યાપી ડ્રાઇવમાં રાજકોટ કમિશનોરેટમાં 1260 શંકાસ્પદ જીએસટી એન સામે આવ્યા છે. જેમાંથી માત્ર જામનગરમાં જ 479 શંકાસ્પદ જીએસટીએન એકટીવ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ ઉપરાંત રાજકોટ અને મોરબીમાં પણ બોગસપીલિંગ માટે ઘણા જીએસટી એન એક્ટિવ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અત્યારે સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સવાલ ખડો થયો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ખોટી રીતે કરોડોની આઇટીસી પાસ ઓન કરવાનું સુવ્યસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. વીજચોરીની જેમ જીએસટી ચોરીમાં પણ રાજકોટ અને જામનગર મોખરે હોય સ્થાનિક અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં આવી છે. કારણ કે, આ બંને શહેરોમાંથી ખૂબજ ટૂંકાગાળામાં કરોડોની જીએસટી ચોરીના કાૈંભાડ પકડાયા છે. આ કાૈંભાડનો પર્દાફાશ ડીજીજીઆઇ અને સેન્ટ્રલ જીએસટીની ટીમોએ કર્યેા છે.

રાજકોટ અને જામનગરમાં છેલ્લાં ગણતરીના મહીનાઓમાં એક પછી એક કરોડોની જીએસટી ચોરીના કૌભાંડો ઝડપાતા રાજયભરમાં શહેરનું નામ બદનામ થઈ રહ્યું છે. ત્યારે જીએસટી ચોરી સબબ વધુ એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ડાયરેકટ ટેક્ષીસ(સીબીઆઇસી) દ્રારા દેશભરમાં બોગસ જીએસટીએન શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં બોગસ જીએસટીએન એકટીવ હોવાનો ધડાકો પણ થયો છે. જીએસટીના આ બોગસ નંબર દ્રારા કરોડો રૂપિયાની આઇટીસી ખોટી રીતે પાસ ઓન કરી સરકારી તીજોરીને તળીયા ઝાટક કરવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે.

સૌરાષ્ટ્ર્રમાં ઇન્કમટેક્સ અને જીએસટી ચોરીમાં રાજકોટ અને મોરબીનું નામ વગોવાયેલું છે. કારણ કે, છેલ્લા ઘણાં સમયથી મોખરે આવે છે. આજ રીતે હવે, રાજકોટ અને જામનગર બોગસ બીલીંગનું હબ બનતા બંને શહેરોની શાખને વધુ એક બટ્ટો લાગી રહ્યો છે. બોગસ બીલીંગ દ્રારા કરવામાં આવતી ચોરી પકડવા માટે જીએસટી વિભાગમાં જુદા–જુદા વિંગ‌ કાર્યરત છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં ખૂબજ ટૂંકાગાળામાં ડીજીજીઆઇ અને સેન્ટ્રલ જીએસટીની ટીમોએ દરોડા પાડી કરોડોના કાૈંભાડ પકડી પાડા છે. ત્યારે સ્થાનિક અધિકારીઓને ચાલી રહેલા કાૈંભાડોની તણખલા જેટલી જાણ પણ ન હોય તેવી સ્થિતિ પ્રર્વતતા અનેક સવાલની સાથે શંકાઓ ઉઠી છે.



એસજીએસટી જોઇન્ટ કમિશ્નર રાજકોટ બેસતા હોવા છતાં હોવા છતાં કૌભાંડ

રાજકોટ અને જામનગરમાં ચાલુ વર્ષે ખૂબજ ટૂંકાગાળામાં એક પછી એક જીએસટી ચોરીના કરોડોના રેકર્ડબ્રેક કાૈંભાડો ઝડપાતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. જેમાંથી મોટાભાગના કાૈંભાડોનો પર્દાફાશ સેન્ટ્રલ જીએસટી અને ડીજીજીઆઇની ટીમે કર્યેા છે. ત્યારે સ્ટેટ જીએસટીની ટીમો છેલ્લા ઘણાં સમયથી સુશુષ્ત અવસ્થામાં હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. નવાઇની વાત તો એ છે કે, રાજકોટ સીજીએસટી કમિશનોરેટ હેઠળ આવતા જામનગર સીજીએસટીમાં જોઇન્ટ કમિશ્નરનું પોસ્ટીંગ મંજૂર કરવામાં આવ્યું છે. આમ, છતાં જામનગર સીજીએસટી જોઇન્ટ કમિશ્નર રાજકોટ બેસે છે. ત્યારે કયાં કારણોસર જામનગર બેસાડવામાં આવતા નથી તે સળગતા સવાલની સાથે તપાસનો વિષય બન્યો છે. ત્યારે જો જોઇન્ટ કમિશ્નર જામનગરમાં ફરજ બજાવે તો કાૈંભાડો પર અંકુશ આવે અને ટ્રેડને પણ સાનૂકૂળતા રહે તેમ અતરગં સૂત્રોએ જણાવ્યું છે. તેમજ સ્ટેટ જીએસટી કમિશનર રાજકોટ બેસતા હોવા છતાં તેમના નાક નીચેથી સેન્ટ્રલ જીએસટી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application