રાજકોટમાં સાઇબર ક્રાઇમના બનાવો પોલીસ અને પ્રજા માટે ચિંતા નું કારણ બની ગયો છે સાયબર વિભાગ દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમો અને અવરનેસ માટે અપીલ કરવામાં આવે છે તેમ છતાં લોકો સાયબર ફ્રોડમાં ફસાતા હોય છે ત્યારે ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાના બહાને ચીટરે એપ ડાઉનલોડ કરાવી યુવકના ખાતામાંથી 4.91 લાખ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરાવી લેતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ઇમિટેશનના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના પેડક રોડ રત્નદીપ સોસાયટીમાં રહેતા પરેશ કેશુભાઈ અકબરી ઉ.વ.૪૫, વાળાએ ફરિયાદમાં જણાવ્યું કે ૧૩ માર્ચે તેના મોબાઈલ ફોન ઉપર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ એસબીઆઈ ક્રેડિટ કાર્ડના અધિકારી તરીકે આપી હતી.
કહ્યું હતું કે આપનું ક્રેડિટ કાર્ડ અપડેટ કરવું પડશે એટલે તમને વીડિયો કોલ કરી એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવું તે તમે કરી લેજો બાદ મોબાઈલ નંબરના વૉટસએપ ઉપર એસબીઆઈ કેડિટ કાર્ડ ડોટ એપીકે નામની ફાઈલ મોકલી હતી જે ડાઉનલોડ કરી તેમાં કેડિટ કાર્ડના નંબર, સીવીવી નંબર સહિતની વિગત ભરતાં જ બેન્ક એકાઉન્ટમાંથી નાણા કપાવાના મેસેજ આવવા લાગ્યા હતા.
એક દિવસમાં ફોન કરનાર ચીટરે ૪,૯૧,૬૪૦ ઉપાડી લીધા બાદ પોતે છેતરાયાનું ધ્યાને આવતા ફરિયાદી પરેશ અકબરીએ સાયબર હેલ્પલાઈન નં.૧૯૩૦ ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર સહિતના અજાણ્યા શખ્સો સામે સામે ગુનો નોંધી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જે.એમ કૈલા અને ટીમે ફ્રોડ કરનાર અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરી ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.