રાજકોટને ગરમી ન નડી: ઉત્સાહભેર મતદાન

  • May 07, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાળાની કાળજાળ ગરમીના કારણે મતદાનની ટકાવારીને અસર થશે તેવી રાજકીય પક્ષો અને ઉમેદવારોની બીક વચ્ચે રાજકોટમાં બપોરના એક વાગ્યા સુધીમાં એવરેજ ૩૭.૪૨ ટકા મતદાન થયું છે. ચૂંટણી પચં દ્રારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં ૩૭.૪૨ ટકા મતદાન થયું છે.

સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શ થઈ હતી અને પ્રથમ બે કલાકમાં ૯.૭૭ ટકા મતદાન થયું હતું. જેમાં વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો ટંકારામાં ૧૧.૬૫, વાંકાનેરમાં ૧૧.૭૮ રાજકોટ પૂર્વમાં ૮.૩૬ રાજકોટ પશ્ચિમમાં ૮.૮૭ રાજકોટ દક્ષિણમાં ૯.૨૦ રાજકોટ ગ્રામ્યમાં ૯.૫૧ અને જસદણમાં ૯.૫૯ ટકા મતદાન થયું હતું. બીજા બે કલાકમાં પણ મતદારોનો પ્રવાહ યથાવત રહ્યો હતો અને સવારે સાત થી ૧૧:૦૦ વાગ્યા સુધી કુલ ૨૨.૫૪ ટકા મતદાન થયું હતું. વિધાનસભા બેઠક વાઈઝ મતદાનની ટકાવારી જોઈએ તો ટંકારામાં ૨૯.૪૩ વાકાનેરમાં ૨૮.૧૬ રાજકોટ પૂર્વમાં ૨૨.૫૧ રાજકોટ પશ્ચિમમાં ૨૨.૪૮ રાજકોટ દક્ષિણમાં ૨૨.૩૪ રાજકોટ ગ્રામ્યમાં ૨૪.૮૭ અને જસદણમાં ૨૨.૭૪% મતદાન થયું હતું.

બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી ૩૭.૪૨ ટકાએ પહોંચી ગઈ હતી. જેમાં ટંકારામાં ૪૩.૪૬ વાંકાનેરમાં ૪૦.૩૪ રાજકોટ પૂર્વમાં ૩૫.૩૧ રાજકોટ પશ્ચિમમાં ૩૬.૪૮ રાજકોટ દક્ષિણમાં ૩૫.૮૧ રાજકોટ ગ્રામ્યમાં ૩૭.૮૫ અને જસદણમાં ૩૩.૨૨% મતદાન થયું છે.બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં મળેલી આંકડાકીય માહિતી મુજબ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મહિલાઓનું ૩૨.૬૩ અને પુષોનું ૪૧.૮૮% મતદાન થયું છે.બપોરે ૧:૦૦ વાગ્યા પછી મતદાન મથકોમાં લાઈનો ઓછી થઈ ગઈ હતી પરંતુ સાંજે પાંચ વાગ્યાથી ફરી મતદાનની ટકાવારી વધે તેવી શકયતા જોવામાં આવે છે

ક્ષત્રિય સેનાની સ્કવોડનો સપાટો ભાજપની ઝંડીઓ, છત્રીઓ હટાવી
ક્ષત્રિય ગિરસદાર સેનાએ વોર્ડ – ૭,૮,૧૧,૧૩,૧૪,૧૮,૧૬૧૦,૧૧ સહિતના વિસ્તારમાં ટીમ સાથે ફરી વળ્યા હતા અને રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલમ અને રાજકોટ શહેર પોલીસ કમિશનર કંટ્રોલ મ પર ફરિયાદનો મારો ચલાવવામાં આવ્યો હતો અને શાસકો દ્રારા ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ભાજપનો થતો પ્રચાર અટકાવવામાં આવેલ હતો.તેમાં લક્ષ્મીનગર વાડીમાં ઝંડીઓ બેનર્સ ૧૦૦ મીટરના વિસ્તારમાં હોય તેમ જ વાણીયાવાડી, રઘુવીર સોસાયટી, સહકાર સોસાયટી, ખોડીયાર નગર સોસાયટીના વિસ્તારમાં શહેરભરમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ભારતીય જનતા પક્ષના પ્રચાર કરવામાં આવતો હતો અને છત્રીમાં કમળના સિમ્બોલ વાળી છત્રી હોય આ પ્રચાર ગેરકાયદેસર રીતે કરવામાં આવતો હોય છે તે અંગે તત્રં વાહકો સમક્ષ ફરિયાદ કરી તાત્કાલિક રાહે યોગ્ય પગલાં લેવડાવવામાં આવ્યા હતા.  ક્ષત્રિય સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ ક્ષત્રિય યુવાનો દ્રારા શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ થતા કૂપ્રચાર અટકાવવામા ક્ષત્રિય ગિરાસદાર સેના દ્રારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. લાઈંગ સ્કવોડ માં ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, ગજુભા જાડેજા,  હરિભાઈ રાઠોડ, જગદીશભાઈ વિરડા, બ્રિજરાજસિંહ ઝાલા સહિતના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


વોર્ડ ૧૬માં ત્રણ વખત ઇવીએમ બગડતા હોબાળો, અંતે બદલાયુ
રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ ઉપર દેવપરા વિસ્તારમાં આવેલી પતંજલિ સ્કૂલ ખાતેના બુથ નં.૨૨૨માં મતદાન શ થયા બાદ થોડા થોડા સમયના અંતરે ઇવીએમ બધં થવાની ઘટના ત્રણેક વખત બની હતી ત્યારબાદ ઇવીએમ સાવ બધં થઇ જતા મતદાનમાં વિક્ષેપ સર્જાયો હતો અને લગભગ એકાદ કલાક સુધી મતદાન બધં રહેતા મતદારોમાં દેકારો બોલી ગયો હતો.વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત  વિગતો મુજબ દેવપરાની પતંજલિ સ્કૂલમાં આવેલા બુથ નં.૨૨૨ કે જેને પિન્ક બુથ જાહેર કરાયું છે અને ત્યાં મેહુલનગર વિસ્તારના મતદારોનું મતદાન થાય છે.અહીં સવારે મતદાન શ થયું ત્યારથી ૧૧ વાગ્યા સુધીમાં ત્રણેક વખત ઇવીએમ થોડા સમય માટે બધં થયું હતું ત્યારબાદ લગભગ અંદાજે ૧૧–૩૦ વાગ્યા આજુબાજુ તો ઇવીએમ તદ્દન બધં થઇ જતાં મતદાન માટે લાઇનમાં ઉભેલા મતદારોમાં ભારે હોબાળો મચી ગયો હતો. થોડો સમય સુધી પ્રયાસો કરવા છતાં ઇવીએમ પુન: કાર્યરત નહીં થતા અંતે ઇવીએમ બદલવા નિર્ણય લેવાયો હતો અને ત્યારબાદ પુન: મતદાન શ થયું હતું. દરમિયાન અહીં ઇવીએમ બધં રહેવાને કારણે મતદાનમાં વિક્ષેપ થયો હોય સમય વધારી આપવા માંગ ઉઠી હતી.

વોર્ડ નં.૧૪માં ડિજિ લોકરમાં રહેલા આઇડેન્ટી પ્રુફ નહીં ચલાવતા દેકારો
રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૪માં મતદાન વેળાએ મતદારો પાસે ડિજિ લોકરમાં રહેલા આધાર કાર્ડ સહિતના આઇડેન્ટી પ્રુફ માન્ય રાખવામાં નહીં આવતા તેમજ હાર્ડ કોપી રજૂ કરવાનો આગ્રહ રાખવામાં આવતો હોય મતદારોમાં દેકારો બોલી ગયો હોવાનું જાણવા મળે છે. વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ વોર્ડ નં.૧૪માં આનંદનગર અને ગુલાબનગર સહિતના વિસ્તારોનું યાં આગળ મતદાન થાય છે તે કસ્તુરબા વિધાલયમાં ત્રણથી ચાર બુથ આવેલા છે, દરમિયાન ત્યાં આગળ બુથ નં.૧૦૨માં ડિજિ લોકરમાં રહેલા આઇડેન્ટી પૃફની સોટ કોપી માન્ય રાખવામાં આવતી ન હોય અનેક મતદારોને પોતાને ઘરે હાર્ડ કોપી લેવા ધક્કો થયો હતો. સૂત્રોએ ઉમેયુ હતું કે ડિજિ લોકરમાં રહેલા ડોકયુમેન્ટસ માન્ય રાખવામાં આવતા ન હોય મતદારોએ આગેવાનો, નગરસેવકો અને પૂર્વ પદાધિકારીઓ સુધી ટેલિફોનિક રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. દરમિયાન આ અંગે પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે તેમણે ઝોનલ અધિકારી સુધી રજુઆત કરતા તેમને એવો પ્રત્યુતર મળ્યો હતો કે ઉપરોકત બુથ વેબકાસ્ટિંગ હેઠળનું હોય ત્યાં આગળ મોબાઇલ ફોનની ડિજિ લોકર એપમાં રહેલા આઇડેન્ટી પ્રુફ માન્ય રાખવામાં આવતા નથી ! એટલું જ નહીં મોબાઇલ ફોન જ સાથે લાવી ન શકાય !! અલબત્ત આજે શહેરના અનેક વિસ્તારોમાં ઉપરોકત પ્રકારની ઘટનાઓ બની હતી. અમુક બુથમાં ડિજિ લોકરમાં રહેલા પ્રુફ માન્ય રાખવામાં આવતા હતા, જયારે અમુક વિસ્તારોમાં માન્ય રાખવામાં આવતા ન હતા જેના લીધે છેવટ સુધી અસમંજસભરી સ્થિતિ સર્જાયેલી રહી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application