રાજ્ય સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે રાજ્ય સરકારના જીએસટી વિભાગ હેઠળ રાજકોટ વિભાગ 10ની ચાલુ નાણાકીય વર્ષ 2025-26ની ઓક્ટોબર મહિનાની જીએસટીની આવકમાં ગત નાણાકીય વર્ષ 2024-25ની ઓક્ટોબર મહિનાની આવક કરતા રૂપિયા 46 કરોડનો વધારો તેમજ લક્ષ્યાંક રૂપિયા 249 કરોડ કરતા પણ રૂપિયા 30 કરોડનો વધારો નોંધવામાં આવ્યો છે. ચાલું નાણાકીય વર્ષ ઓક્ટોબર 2025-26ની જીએસટીની રાજકોટ વિભાગની આવક રૂપિયા 279 કરોડ થતા મોટો લક્ષ્યાંક સિદ્ધ થયો હોવાનું રાજકોટ વિભાગ 10ના કમિશનર પાસેથી જાણવા મળ્યું છે
આ અંગે વધુ પ્રકાશ પાડતા જીએસટી વિભાગ 10ના કમિશનર એમ.એ પટેલે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2024-25ના સમયગાળા દરમિયાન જીએસટીની આવક રૂપિયા 233 કરોડ રૂપિયા હતી. જેની સામે ચાલુ નાણાકીય વર્ષ 2025-25માં જીએસટીની આવક 279 કરોડ નોંધાતા આ વર્ષે રૂપિયા 46 કરોડનો વધારો થયો છે. આમ ઓક્ટોબર મહિનામાં ઘરેલુ લેવડદેવડથી કુલ જીએસટીની આવકમાં લક્ષ્યાંક કરતા વધારો નોંધવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ઓક્ટોબર 2025માં રાજ્યને જીએસટી હેઠળની આવકમાં નોંધપાત્ર 16.7 ટકાના વધારા સાથે રૂપિયા 7,127 કરોડની આવક થઈ છે. સપ્ટેમ્બર 2025 માં વેટ અને અન્ય વેરા હેઠળ જીએસટીની આવક રૂપિયા 10,703 કરોડ થઈ છે. આ આવક રાજ્યો સરકારને બજેટ લક્ષી આયોજન માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. આ વખતે જીએસટીની આવકના વધારા પાછળ ઔદ્યોગિક ગૃહો અને ગ્રાહકોનો વપરાશ જવાબદાર હોવાનું જીએસટી વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application