BREAKING NEWS

35.2 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં ગરમીના મામલે રાજકોટ સૌથી વધુ હોટ સીટી

  • December 20, 2025 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આવતીકાલથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં તબક્કાવાર ઘટાડો થતો જશે તેવી આગાહી હવામાન ખાતાની છે. પરંતુ અત્યારે તો રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જાણે શિયાળાએ વિદાય લીધી હોય અને ઉનાળાએ એન્ટ્રી કરી લીધી હોય તેવો માહોલ જોવા મળે છે઼ શુક્રવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 35.2 ડીગ્રી નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી વધુ હોવાનું ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે.

આઈએમડીના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ ગુજરાતના 12 થી વધુ શહેરોમાં શુક્રવારે મહત્તમ તાપમાન 30 થી 35.2 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું હતું. જે શિયાળાની સિઝનમાં સરેરાશ કરતા ચાર થી છ ડિગ્રી જેટલું વધુ છે. ગઈકાલે અમદાવાદમાં 30.6 અમરેલીમાં 31.7 વડોદરામાં 31.2 ભુજમાં 33.5 ડીસામાં 31.37 દ્વારકામાં 31.6 કંડલામાં 30.4 નલિયામાં 32.8 સુરતમાં 33.4 પોરબંદરમાં 32.8 અને વેરાવળમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

બીજી બાજુ લઘુતમ તાપમાનની વાત કરીએ તો ગિરનાર પર્વત પર આજે સવારે લઘુતમ તાપમાન 7.6 ડિગ્રી રહેવા પામ્યું છે. જુનાગઢ શહેરમાં 12.6 અને ભવનાથ તળેટીમાં 10.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. ગિરનાર પર્વતને બાદ કરતા બધે જ લઘુતમ તાપમાન ડબલ ફિગરમાં નોંધાયું છે. અમરેલીમાં 12 ભાવનગરમાં 14.3 ભુજમાં 17.9 ડીસામાં 14.5 દ્વારકામાં 19 ગાંધીનગરમાં 14.6 કંડલામાં 16.5 નલિયામાં 14 ઓખામાં 19 પોરબંદરમાં 14 રાજકોટમાં 15.5 સુરતમાં 14.8 અને વેરાવળમાં 16.9 ડિગ્રી રહ્યું હતું.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું છે. આજે કંડલામાં 92% ભેજ સાથે ધુમ્મસ જોવા મળી હતી. અમરેલીમાં 75 ઓખામાં 84 પોરબંદરમાં 81 સુરતમાં 80% ભેજ આજે સવારે નોંધાયો હતો. અરબી સમુદ્રમાં સાઉથ ઇસ્ટ દિશામાં કેરળના દરિયામાં આજે સવારે સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તેની અસરના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વધારા જેવા ફેરફારો જોવા મળ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાર્યરત હતું ત્યાં બીજી આવી સિસ્ટમ ઊભી થતા હીમ વર્ષાનું પ્રમાણ અને વરસાદની તીવ્રતા એકાએક વધી ગઈ છે. આ ઉપરાંત પંજાબ જમ્મુ કશ્મીર લદાખ હરિયાણા તામિલનાડુ અંદામાન નિકોબાર માં વરસાદ પડી રહ્યો છે. કર્ણાટક મધ્યપ્રદેશ અને તેલંગાણાના અમુક ભાગમાં કોલ્ડ વેવ માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application