વર્તમાન સમયમાં દેશમાં પોલીસ તેમજ પ્રજા માટે સૌથી મોટી સમસ્યા હોયતો તે છે સાઇબર ક્રાઇમ સાઇબર ગઠિયાઓ ટેકનોલોજી ની સાથે અપડેટ થયા છે તો તેને પકડવા માટે પોલીસ પણ આત્યાંધુનિક મશીનરી સાથે સજ્જ થઈ છે તેમ છતાં દેશમાં સાયબર ફ્રોડમાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યુ છે, આ સાયબર ક્રાઇમની જાળ માંથી લોકોને શક્ય હોય ત્યાં સુધી બચાવવા માટે "આજકાલ સાંધ્ય દૈનિક" દ્વારા સાયબર સાવચેતી ઝુંબેશની શરૂઆતનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સાઇબર ફ્રોડમાં સૌથી વધુ નાણાં શેરબજાર તેમજ ફોરેક્સ ઇન્વેસ્ટમેન્ટમાં ફ્રોડમાં રોકાણકારોના નાણાં ગુમાવવામાં ગુજરાત ત્રીજા સ્થાને છે જે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની બરોબરી કરવા આગળ વધી રહ્યું છે આ પ્રશ્ન લોકો તેમજ સરકાર અને પોલીસ તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે તેમજ ખૂબ તકેદારીની સાઇબર અવરનેસ ની ખાસ જરૂર છે.
સાયબર ફ્રોડ સંદર્ભે વાત કરીએ તો ગત 2025ના વર્ષ દરમિયાન માત્ર રાજકોટ શહેરમાંજ સાયબર ફ્રોડમાં અલગ અલગ મોડસ ઓપરેન્ડી જેવી કે ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફોરેક્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, એપીકે ફાઇલ ફ્રોડ, ટેલિગ્રામ ટાસ્કફ્રોડ, સોશિયલ મીડિયા સંબંધી ફ્રોડ, મ્યુલ એકાઉન્ટ ફ્રોડ દ્વારા સાયબર માફિયાઓ 2025 ના વર્ષમાં 7.50 કરોડ જેટલા નાણાં પડાવી લીધાનું અને સાઇબર ક્રાઇમે 95 જેટલા ગુના દાખલ કરી 200 આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આમ તો દેશભરમાં સાયબર માફિયાઓ દ્વારા જુદી જુદી 50 થી પણ વધુ ટેકનીક વાપરી લોકોને જાળમાં ફસાવી સાયબર ફ્રોડ મારફત નાણા પડાવી લેતા હોય છે તેમાં સૌથી વધુ શેર બજાર અને ફોરેક્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો રોકાણકારોને સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે, આમ સંબંધિત સાયબર ફ્રોડનું જોખમ દિવસે ને દિવસે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પણ ઘણું વધી ગયું છે.
ફ્રોડના ભોગ બનનારાઓમાં અભણ વ્યક્તિઓ ઓછા ફસાય છે જ્યારે એજ્યુકેટેડ ભણેલ ગણેલ વ્યક્તિઓ વેપારીઓ, અધિકારીઓ, તબીબો, તેમજ સિનિયર સિટીઝન અને નિવૃત્ત કર્મચારીઓ ડિજિટલ એરેસ્ટમાં ફસાયાના સાઇબર ક્રાઇમ પોલીસ મથકના દફતરે તેમજ વર્તમાન પત્રોમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં 40 થી વધુની ટીમ કાર્યરત
રાજકોટ શહેરમાં સાઇબર ક્રાઇમ પોલીસ મથક યુવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના નેજા હેઠળ પીઆઇ જે એમ કૈલા,પીઆઇ ઝણકાત,પીઆઇ જાડેજા, પીઆઈ ગિલવા, પીઆઇ ડોબરીયા,તેમજ ત્રણ પીએસઆઇ સહિત મહિલા તેમજ પુરુષ જવાનોની ૪૦ થી વધારેની ટીમ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કાર્યરત છે.
રાજકોટમાં આ સાઇબર મોડસ ઓપરેન્ડી થી લોકો બન્યા શિકાર
સાયબર માફિયાઓ 50 થી પણ વધુ (એમ.ઓ) થી સાયબર ફ્રોડ આચરી લોકોને ખંખેરતા હોય છે પરંતુ રાજકોટમાં અલગ અલગ સાત જેટલી મોડસ ઓપરેન્ડીથી ફ્રોડ આચરવામાં આવ્યું છે જેમાં ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફોરેક્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, એ.પી.કે ફાઇલ ફ્રોડ, ટેલિગ્રામ ટાસ્કફ્રોડ, સોશિયલ મીડિયા સંબંધી ફ્રોડ, મ્યુલ એકાઉન્ટ ફ્રોડ દ્વારા સાયબર માફિયાઓએ લોકોને શિકાર બનાવ્યા છે.