BREAKING NEWS

ઉપલેટાના વેપારી સાથે રૂ.૭૯.૭૧ લાખનું સાયબર ફ્રોડમાં રાજકોટનો સૂત્રધાર ઝબ્બે

  • July 31, 2026 04:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પોલીસ મથકના રૂ.૭૯,૭૧,૦૬૮ ના સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા રાજકોટના શખસને રૂરલ એલસીબીની ટીમે જેતપુરથી ઝડપી લીધો રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની અપાયેલી સુચનાના પગલે ઉપલેટા પોલીસ મથકમાં નોંધાયેલ સાયબર ફ્રોડ અને આઈટી એકટના ગુનામાં ફરીયાદી સાથે કુલ રૂ.૭૯,૭૧,૦૬૮ નું સાયબર ફ્રોડ થયેલ હતું. આ કામે ફ્રોડમાં ગયેલા નાણા આશીષ સુરેશચંદ્ર શેઠ (રહે.રાજકોટ) ના બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતાં. જેથી ગુનાના આશીષ શેઠની ધરપકડ કરી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ફ્રોડમાં ગયેલ નાણા, નયન કાંતી ટીલવા (રહે.જુનાગઢ), જગદીશ રવજી કોટડીયા (રહે.અમદાવાદ) તથા નીલેશ વેકરીયા (રહે.રાજકોટ) એ સાથે મળીને એક્સીસ બેંક એકાઉન્ટ માનવીશ એન્ટરપ્રાઇઝ નામે પેઢી ખોલાવી બેન્ક એકાઉન્ટની કીટ (પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક, સીમકાર્ડ) સાયબર ફ્રોડમા ઉપયોગ કરવા માટે મુંબઈ ખાતે આપ્યા હતાં. બાદ સાયબર ફ્રોડ આચરી આરોપીઓ ભેગા મળીને ફ્રોડના નાણા તે પેઢીના એકાઉન્ટમાં જમા કરાવતા જે બદલ આરોપીઓને તેમનું નક્કી કર્યા મુજબનું કમીશન મળતુ હતું. બાદ ગુનાની તપાસ દરમિયાન નયન ટીલવા તથા જગદીશ કોટડીયાની ધરપકડ કરવામા આવેલ અને નીલેશ રસીક વેકરીયા (રહે.કોઠારીયા, રાજકોટ) આજ સુધી ગુનામાં પોતાની ધરપકડ ટાળી નાસતો ફરતો હતો. બાદ કોર્ટે કલમ ૭૨ મુજબ આરોપીને ભાગેડુ જાહેર કર્યો હતો. દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુર તાલુકા પોલીસ મથક વિસ્તારના જેતલસર ચોકડી ખાતેથી નીલેશ રસીક વેકરીયા ઉ.વ.૪૩,મુળ રહે. ને પકડી પાડી સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application