જૂનાગઢ ખલીલપુર રોડ પર ક્રિકેટ સટ્ટો રમતા રાજકોટના શખસો ઝડપાયા
જૂનાગઢ ખલીલપુર રોડ પર ક્રિકેટ સટ્ટો રમતા રાજકોટના શખસો ઝડપાયા
July 15, 2026 11:33 AM
જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ખલીલપુર રોડ પરથી રાજકોટના બે યુવકોને ઓનલાઇન આઇડી મારફત ક્રિકેટનો સટો રમતા ઝડપી લીધા હતા. આઈડી રાજકોટના યુવકે આપ્યું હોવાની કબુલાત કરી હતી. બંને પાસેથી રોકડ અને મોબાઈલ સહિત ૩૧ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રા વિગત મુજબ બી ડિવિઝન ટીમે ખલીલપુર જીનિયસ સ્કૂલ પાછળ પેટ્રોલિંગ કરતી હતી તે સમયે રમેશ મહેશકુમાર રાવલ (રૈયા રોડ રાજકોટ) તથા અલ્તાફ કારિયાણીયા (રૈયા રોડ નહે નગર શેરી નંબર ૪) બે ઇસમોને ઓનલાઇન આઇડી દ્રારા ક્રિકેટ મેચ રમતા ઝડપી લીધા હતા. પૂછપરછમાં આઈડી રાજકોટના જ રવિ ધીરેન્દ્રભાઇ માણેકે આપ્યું હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને ઇસમો પાસેથી ૧૧,૩૦૦ની રોકડ તથા બે મોબાઇલ સહિત ૩૧,૩૦૦ નો મુદ્દા માલ કબજે કરી આઈડી આપનાર શખસને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે