BREAKING NEWS

ઉપલેટા પાસે રાજકોટની નર્સ અને તેના મંગેતર પર પૂર્વ પ્રેમીનો પાઇપ વડે હુમલો

  • July 21, 2026 06:16 AM 


રાજકોટમાં રામાપીર ચોક પાસે શાંતિનિકેતન પાર્કમાં રહેતી મૂળ જુનાગઢની વતની સગુફતાબેન હબીબભાઈ શેખ (ઉ.વ.૨૫) દ્રારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટામાં રહેતા સરફરાજ અલ્તાફભાઈ કિબલા અને તેના પિતા અલ્તાફ કીબલાના નામ આપ્યા છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટ સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં નર્સ તરીકે નોકરી કરે છે અને તેના પિતા જુનાગઢ રહે છે. યુવતીની સગાઈ જૂનાગઢમાં રહેતા જીશાન ફાકભાઈ બદવી સાથે થઈ છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ત્રણેક વર્ષ પૂર્વે યુવતી ઉપલેટાના સરફરાઝ સાથે રિલેશનમાં હતી અને છ મહિના સુધી બંને વચ્ચે રિલેશન હતા. બંને લ કરવાના હતા ત્યારબાદ પૈસાની લેતી દેતી બાબતે તકરાર થતાં બંને છૂટા પડી ગયા હતા. જે બાબતનો ખાર રાખી સરફરાઝે યુવતીને માર મારતા ત્રણ વર્ષ પૂર્વે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે કેસ ઉપલેટા કોર્ટમાં ચાલુ છે.
દરમિયાન તા. ૧૮–૭ ના આ કેસની મુદ્દત હોય જેથી યુવતી ઉપલેટા કોર્ટે મુદત માટે આવી હતી અને તેનો મંગેતર જીશાન તેને બુલેટ લઇ ઉપલેટા કોર્ટમાં લાવ્યો હતો. બપોરના મુદત પૂરી થયા બાદ યુવતીને તેનો મંગેતર જીશાન બુલેટ લઈ રાજકોટ મુકવા આવતો હતો બંને રાજકોટ જવા માટે નીકળ્યા હતા ત્યારે બપોરના પોણા ત્રણેક વાગ્યા આસપાસ ડુમયાણી ટોલનાકા પહેલા હાઇવે રોડ પર સરફરાઝ બેઠો હોય તેણે અચાનક રોડ પર આવી પાઇપ આડો રાખી બુલેટ રોકાવ્યું હતું. બાદમાં તેણે પાઇપનો એક ઘા યુવતીના કમરના ભાગે મારી દીધો હતો. સમયે સરફરાઝના પિતા અલ્તાફભાઇ પણ પાઇપ લઈને આવ્યા હતા અને યુવતીના મંગેતર પાછળ દોડી તેને પગના ભાગે ચાર પાંચ ઘા મારી દીધા હતા. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં સરફરાઝ અને તેના પિતા અલ્તાફભાઈ બંને ભાગી ગયા હતા અને જતા જતા અલતાફે કહ્યું હતું કે, જો હવે ઉપલેટામાં દેખાયા તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. ત્યારબાદ યુવતી અને તેના મંગેતરને ધોરાજી સિવિલમાં દાખલ કરાયા હતા.
યુવતીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેણે સરફરાઝ સામે કેસ કર્યેા હોય જે કેસમાં સરફરાઝ અને તેના પિતા અલ્તાફભાઇ વારંવાર સમાધાન કરી લેવાનું કહેતા હોય પરંતુ યુવતીએ ના પાડતા આ વાતનો ખાર રાખી તેને અને તેના મંગેતરને માર માર્યેા હતો. જે અંગે ઉપલેટા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application