BREAKING NEWS

રાજકોટના દાનવીર અને અગ્રણી ઉદ્યોગપતિ ઇન્દુભાઈ વોરાનું નિધન, 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

  • December 06, 2025 09:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર ઇન્દુભાઇ વોરાનું દુ:ખદ અવસાન થતા ઉદ્યોગ જગત અને સામાજિક ક્ષેત્રે શોકનું મોજું પ્રસરી ગયું છે. ઈન્દુભાઈ વોકહાર્ટ હોસ્પિટલમાં નવ દિવસથી આઈસીયુ હેઠળ સારવારમાં હતા.આજે અંતિમ શ્વાસ લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને અગ્રણીઓ ઉમટ્યા છે ઈન્દુભાઈએ દેહદાનનો સંકલ્પ કર્યો હોય તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલને સોંપવામાં આવશે.


ઈન્દુભાઈ સ્વ.મનુભાઈ, સ્વ. સુરેશભાઈ, મહેન્દ્રભાઈ, રમેશભાઈના ભાઈ તથા સચિનભાઈના પિતા હતા. તેઓ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, લાયન્સ ક્લબ રાજકોટ તેમજ રાજકોટ એન્જીનીયરિંગ એસોસિશનના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા હતા 


ઈન્દુભાઈની પ્રાર્થના સભા આવતીકાલે રવિવારે (7-12-2025) સાંજે 5થી 6 વાગ્યા સુધી શ્રી મનુભાઈ વોરા ઓડિટોરિયમ બાલભવન રેસકોર્સ ખાતે રાખેલ છે



વેપાર ઈકોનોમિક ટ્રેડર્સવાળા તરીકે ઈન્દુભાઈ જાણિતા હતા

ઈન્દુભાઈ વોરા જૈન સમાજના અગ્રણી હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં વર્ષો સુધી તેઓએ સેવા આપી હતી. વેપાર ઈકોનોમિક ટ્રેડર્સવાળા તરીકે ઈન્દુભાઈ જાણિતા હતા.
એન.એમ. વિરાણી, વોકહાર્ટ હોસ્પિટલના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા હતા. ઈન્દુભાઈનું નિધન થતા તેમના શારદાબાગ સર્કિટ હાઉસ રોડ પર સંજય એપાર્ટમેન્ટ પાસે આવેલા નિવાસ સ્થાને વેપાર ઉદ્યોગ જગત અને સમાજના શ્રેષ્ઠીઓ ઉમટ્યા છે.


ઈન્દુભાઈ વોરાએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો

જીવ દયા પ્રેમી અને દાનવીર ઈન્દુભાઈ વોરાએ દેહદાનનો સંકલ્પ કરેલો હોય તેમના મૃતદેહને રાજકોટની પંડિત દિન દયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજને અર્પણ કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application