BREAKING NEWS

મતદાર યાદી ફોર્મ વિતરણમાં મહાનગરોમાં રાજકોટ પ્રથમ ક્રમે: કલેક્ટર ડો.ઓમપ્રકાશ

  • November 13, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં શરૂ કરાયેલા સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન અંતર્ગત મતદાર યાદીના ફોર્મ વિતરણની કામગીરીમાં રાજ્યના ચારેય મહાનગરોમાં રાજકોટ શહેર પ્રથમ ક્રમે હોવાનું રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશ એ આજે બપોરે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું, સાથે જ ઉમેર્યું હતું કે રાજકોટ જિલ્લામાં પણ ફોર્મ વિતરણની ૯૮ ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર કમ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ઓમપ્રકાશએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોના પ્રશ્નો માટે વિશેષ આયોજન હાથ ધરાયુ છે. આગામી તા.૧૫, ૧૬ તેમજ તા.૨૨, ૨૩ નવેમ્બરના રોજ બુથ લેવલ ઓફિસર (બીએલઓ) મતદાન મથકે ઉપસ્થિત રહેશે. મતદાર યાદી મામલે નાગરિકોને કંઇ પણ પ્રશ્નો કે તકલીફ હોય મતદાન મથકે રૂબરૂ જઇને નિરાકરણ લાવી શકાશે.મતદાર યાદી મામલે કંઇ પણ મુંઝવણ હોય તો બીએલઓ મદદ કરશે.


હકિકત: ફોર્મ ભરવા અંગે માર્ગદર્શનનો અભાવ

રાજકોટમાં એસઆઈઆર ફોર્મ વિતરણનું કામ સારી રીતે થયું છે, પરંતુ હવે ફોર્મ ભરવા અંગેનું માર્ગદર્શન આપવા કોઇ ઉપલબ્ધ નથી. અમુક બીએલઓએ તો ભાડુઆતી માણસો રાખી કે તેમના પરિવારના અન્ય સભ્યો કે સગા સ્નેહીઓને કામે લગાડી જેમ તેમ કરીને ફોર્મ વિતરણ કરી નાખ્યું છે. ફોર્મ ઉપર લખેલા બીએલઓના મોબાઇલ નંબર ઉપર કોલ કરવામાં આવે તો અધૂરી વિગતો સમજાવવામાં આવી રહી છે. ખાસ કરીને ૨૦૦૨ની સ્થિતિએ મતદાર યાદીમાં ક્યાં નામ હતું તે મોટાભાગના મતદારોને યાદ ન હોય સૌ ગોટે ચડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application