રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્રારા ગુમ થયેલા અને ચોરી થયેલા .૨૬.૫૦ લાખની કિંમતના ૧૬૩ મોબાઈલ ફોન શોધી મૂળ માલિકને પરત કર્યા હતા.
રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરની સૂચના હેઠળ ડિવાઇએસપી એસ.એસ. રઘુવંશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ. એચ. વાજા તથા કોમ્પ્યુટર શાખાના સ્ટાફે મળી અરજદારોના ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લા ઉપરાંત રાયના અલગ–અલગ જિલ્લાઓ તેમજ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા,આંધ્ર પ્રદેશ વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર્ર,હરિયાણા તથા રાજસ્થાનમાંથી પણ અરજદારોના ગુમ અને ચોરી થયેલા મોબાઇલ ફોન ટ્રેસ કરી ચાલુ વર્ષમાં ત્રણ માસ દરમિયાન કુલ ૧૬૩ ફોન શોધી કાઢી અરજદારની પરત આપવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે વર્ષ ૨૦૨૧ માં ૪૩૯, ૨૦૨૨ માં ૩૪૨ તથા ૨૦૨૩ માં ૮૩૩ મોબાઈલ ફોન શોધી કાઢા હતા. આ કામગીરીમાં એએસઆઈ ચંદ્રેશભાઇ ખોખર, કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા, પ્રવીણભાઈ ટીંબલ, મયુરભાઈ ઝાપડિયા, શારદાબેન ચંદ્રપાલ સહિતનાઓ સાથે રહ્યા હતા.
પોલીસ દ્રારા અપીલ કરવામાં આવી છે કે,કોઈપણ નાગરિકે બીલ વગરના મોબાઇલ ન લેવા તેમજ બિનવારસી મોબાઈલ મળે ત્યારે નજીકના પોલીસ મથકમાં જમા કરાવી નાગરિક તરીકેની ફરજ નિભાવવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યની 8 મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર, જાણો કયા શહેરમાં કોણ બનશે મેયર?
November 10, 2024 09:52 PMયુક્રેનેનો મોસ્કો પર સૌથી મોટો ડ્રોન હુમલો, 34 ડ્રોનથી કરવામાં આવ્યો હુમલો
November 10, 2024 09:36 PMઆવતીકાલથી થશે કચ્છ રણોત્સવનો પ્રારંભ, જાણો ટેન્ટ સિટીનું ભાડુ
November 10, 2024 09:25 PMલીલી પરિક્રમા શરૂ થાય એ પહેલાં શ્રદ્ધાળુઓને રાજકોટ એસટી વિભાગની ભેટ, આટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે
November 10, 2024 09:16 PMજમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 3 આતંકવાદીઓ ઘેરાયા; 1 આર્મી ઓફિસર શહીદ
November 10, 2024 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech