BREAKING NEWS

ડીજીપી પ્રીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજકોટની ટીમ ચેમ્પિયન બની

  • November 18, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજયની અલગ અલગ જેલમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે છઠ્ઠી ડીજીપી પ્રીઝન ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જે ટૂર્નામેન્ટના તમામ મેચમાં રાજકોટ ઝોનની ટીમ અજય રહી ચેમ્પિયન થઇ હતી. જેમનું રાજય જેલવડા ડૉ.કે.એલ.એન.રાવ અને રાજકોટ જેલના અધિક્ષક વાગીશા જોશી દ્વારા સન્માન કરાયું હતું.


રાજ્યની જેલો ખાતે ફરજ બજાવતાં જેલ વિભાગના અધિકારી-કર્મચારીઓ વચ્ચે સદભાવના કેળવાય અને રમત-ગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુથી પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટ અને સી.આઈ.ડી.(ક્રાઈમ અને રેલ્વે) ડૉ.કે.એલ.એન.રાવના માર્ગદશન હેઠળ રાજ્યની જેલોની ઝોન વાઇઝ ટીમો વચ્ચે પ્રિન્સિપાલ, ગીપ્કા, અમદાવાદના નેતૃત્વમાં છઠ્ઠી ડીજીપી પ્રીઝન ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતુ. જે ટુર્નામેન્ટમાં પોલીસ મહાનિદેશકની કચેરી, જીઆઇપીસીએઝોન, અમદાવાદ ઝોન, વડોદરા ઝોન, સુરત ઝોન તથા રાજકોટ ઝોનની ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે તમામ ઝોનની ટીમોએ ઉત્સાહભેર ભાગ લિધેલ હતો.


રાજકોટ ઝોનની ટીમનુ નેતૃત્વ જામનગર જિલ્લા જેલના અધિક્ષક એન.એસ.લોહારનાને સોપવામાં આવ્યું હતું. રાજકોટ ઝોનની ટીમના અથાગ પ્રયાસોથી તમામ મેચોમાં અપરાજીત રહી ફાઈનલમાં ગિપ્કા,અમદાવાદ ઝોનને પરાજીત કરી ચેમ્પિયન થઇ હતી. ચેમ્પિયન રાજકોટ ઝોનની ટીમનુ પોલીસ મહાનિદેશક રાવના હસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ આ ટીમનુ રાજકોટ ખાતે આગમન થતા જેલ અધિક્ષક વાગીશા જોશી દ્વારા તમામ ખેલાડીઓને તેમની ઉમદા પ્રદશનની પ્રશંસા કરી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ. તેમજ તેઓ ભવિષ્યમા રમત-ગમત ક્ષેત્રે પોતાનુ ઉમદા પ્રદર્શન કરે તેવી શુભકામના પાઠવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application