BREAKING NEWS

પ્રદેશ ભાજપ સંગઠનમાં રાજકોટનો સફાયો: કોરાટ-કુંડારીયાનો દબદબો

  • December 29, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણમાં જે રીતે સૌરાષ્ટ્રનો દબદબો રાખી રાજકોટ શહેરને કદ પ્રમાણે વેતર્યું હતું તેવી જ પેટર્ન ઉપર પ્રદેશ ભાજપ સંગઠન રચાયું છે. પ્રદેશ ભાજપના મુખ્ય ૨૭ હોદ્દેદારોમાં રાજકોટ શહેર ભાજપમાંથી એક પણ નેતાનો સમાવેશ નહીં કરીને રાજકોટ શહેર ભાજપને પ્રદેશે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે હવે આગામી દિવસોમાં પ્રદેશની ઇચ્છા મુજબ રાજકોટ ચાલશે, અને પ્રદેશમાં રાજકોટનું કંઇ ઉપજશે નહીં. પ્રદેશની મુખ્ય સંગઠન ટીમના કુલ ૨૭ હોદ્દેદારોમાંથી ૮ સૌરાષ્ટ્ર કચ્છના છે જેમાં કોરાટ ને કુંડારિયાનો દબદબો રહ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુરના પ્રશાંત કોરાટને પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પદેથી પ્રદેશ મહામંત્રી પદે પ્રમોશન સાથે મોરબીના મોહનભાઈ કુંડારિયાને ફંડ રેઇઝિંગ માટે સહ કોષાધ્યક્ષ પદ સોંપાયું છે. જ્યારે રાજકોટ શહેર ભાજપના વફાદાર પ્રશાંતભાઇ વાળાને મીડિયા ઇન્ચાર્જનું પદ અપાયું છે.

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં રાજકોટ શહેરના નેતાઓને સ્થાન મળે કે ન મળે તેનાથી રાજકોટવાસીઓને પ્રત્યક્ષ રીતે કોઇ ફરક પડતો નથી પરંતુ આગામી દિવસોમાં જેમને રાજકોટ મહાપાલિકા સહિતની ચૂંટણીઓ લડવાની છે તેમને જરૂરથી જબરો ફરક પડશે, હવે ઉપર રાજકોટના નેતાઓનો હાથ પકડનાર કોઇ ન રહ્યું તેવી રાજકીય સ્થિતિ સર્જાઇ છે, અલબત્ત સર્જવામાં આવી છે. પ્રદેશ ભાજપનું માળખું જાહેર થતાની સાથે જ હવે આગામી ચૂંટણીમાં કોની કોની ટિકિટ કપાશે તેની ચર્ચા શરૂ થઇ છે. હવે આગામી દિવસોમાં મોરચા, સેલ વિગેરેના હોદેદારોની જાહેરાત થશે ત્યારે તેમાં રાજકોટ શહેરના શું હાલ થશે ? તેની અટકળો મંડાઇ છે.

એકંદરે પ્રદેશ ભાજપ સંગઠનમાં ચર્ચાતા નામોને કાપવાની અને યુવા ચહેરાઓને તક આપવાની પરંપરા આગળ ધપાવવા સાથે સોશ્યલ એન્જિનિયરિંગનું પરફેક્ટ બેલેન્સ જાળવવામાં આવ્યું છે.


ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠન માળખું

-ઉપપ્રમુખ

૧.જયદ્રથસિંહ પરમાર પંચમહાલ

૨.રમેશભાઈ ધડુક પોરબંદર

૩.ભરતભાઇ પંડ્યા અમદાવાદ જિલ્લો

૪.રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢ જિલ્લો

૫.નટુજી ઠાકોર મહેસાણા

૬.ગીતાબેન રાઠવા છોટાઉદેપુર

૭.ગૌતમભાઈ ગેડીયા સુરેન્દ્રનગર

૮.અરવિંદભાઇ પટેલ વલસાડ

૯.રસિકભાઈ પ્રજાપતિ વડોદરા જિલ્લો

૧૦.ઝંખનાબેન પટેલ સુરત શહેર


- મહામંત્રી

૧.અનિરુધ્ધભાઇ દવે કચ્છ

૨.ડો.પ્રશાંતભાઇ કોરાટ રાજકોટ જિલ્લો

૩.અજયભાઈ બ્રહ્મભટ્ટ ખેડા

૪.હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર


-મંત્રી

૧.શંકરભાઈ આંબલીયાર દાહોદ

૨.ડો.સંજયભાઈ દેસાઈ બનાસકાંઠા

૩.નીરવભાઈ અમીન આણંદ

૪.કૈલાશબેન ગામિત તાપી

૫.મુક્તિબેન મયંકભાઇ જોષી મહીસાગર

૬.સોનલબેન સોલંકી વલસાડ

૭. પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાબરકાંઠા

૮.સીતાબેન પટેલ મહેસાણા

૯.આશાબેન નકુમ જામનગર

૧૦.પ્રીતિબેન હરજીવનભાઈ પટેલ બનાસકાંઠા


-કોષાધ્યક્ષ

ડો.પરિન્દૂ ભટ્ટ કર્ણાવતી


-સહ કોષાધ્યક્ષ

મોહનભાઈ કુંડારીયા મોરબી


-કાર્યાલય મંત્રી

શ્રીનાથભાઈ શાહ અમદાવાદ


-મુખ્ય પ્રવક્તા

ડો.અનિલ પટેલ કર્ણાવતી


-મીડિયા ઇન્ચાર્જ

ડો.પ્રશાંતભાઇ વાળા રાજકોટ શહેર


-મોરચા પ્રમુખ

૧.યુવા મોરચા પ્રમુખ ડો.હેમાંગભાઈ જોષી વડોદરા શહેર

૨.મહિલા મોરચા પ્રમુખ અંજુબેન વેકરીયા સુરત શહેર

૩.કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઇ હીરપરા અમરેલી

૪.ઓબીસી મોરચા પ્રમુખ માનસિંહ પરમાર ગિર સોમનાથ

૫.એસ.સી.મોરચા પ્રમુખ ડો.કિરીટભાઇ સોલંકી કર્ણાવતી

૬. એસ.ટી. મોરચા પ્રમુખ ગણપતભાઈ વસાવા સુરત જિલ્લો

૭.લઘુમતી મોરચા પ્રમુખ નાહીન કાઝી ભાવનગર શહેર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application