BREAKING NEWS

રાજ્યસભાના સાસંદ નરહરિ અમીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી, ખેલ મહોત્સવની વિગતવાર માહિતી આપી

  • December 02, 2025 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા ગુજરાત)એ આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે સંસદભવનમાં મુલાકાત કરી હતી. તેઓએ ગત તા. ૨૧, ૨૨ અને ૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ નરહરિ અમીન દ્વારા યોજાયેલા ગાંધીનગર રાજ્યસભાના સાંસદ ખેલ મહોત્સવની વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત ન્યૂઝ પેપરમાં સાંસદ ખેલ મહોત્સવ અંગે આવેલ રીપોર્ટસના પ્રેસ કટિંગની નકલ આપી હતી. આ મુલાકાતમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ સભ્ય મયંકભાઇ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.


જુદી જુદી સ્કૂલ-કોલેજોના 1905 રમતવીરોએ ભાગ લીધો હતો

આ સાંસદ ખેલ મહોત્સવમાં ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ મત વિસ્તારના જુદી જુદી સ્કૂલ-કોલેજોના 1905 રમતવીરોએ ભાગ લીધો હતો. અંદાજીત 150 શિક્ષકો, મેચના રેફરીઓ અને જુદી-જુદી રમતના રમતગમત અધિકારીઓએ મહોત્સવમાં જવાબદારી નિભાવી હતી. સમગ્ર રીતે જુદા-જુદા વય જૂથનાં લગભગ 3000 રમતવીરોનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાં ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, રસ્સા ખેંચ, યોગાસન, લીંબુ ચમચી, સંગીત ખુરશી (સાંધ્યજીવન કુટીરનાં વૃદ્ધો), બાસ્કેટ બોલ અને સ્કેટીંગ એમ કુલ 9 રમતોની સ્પર્ધાનું આયોજન હીરામણિ શિક્ષણ સંકૂલ, એસ. જી. હાઇવે, એકલવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, થલતેજ અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નારણપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.


ભાઇઓની સ્પર્ધાઓમાં 435 રમતવીરોએ ભાગ લીધો હતો

મહોત્સવ દરમિયાન ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, રસ્સા ખેંચ અને બાસ્કેટબોલની સ્પર્ધામાં ભાઇઓની 48 ટીમોનાં 560 રમતવીરોએ ભાગ લીધો અને બહેનોની 39 ટીમોનાં 456 રમતવીરોએ ભાગ લીધો હતો. યોગાસન, લીંબુ ચમચી અને સ્કેટીંગની ભાઇઓની સ્પર્ધાઓમાં 435 રમતવીરો અને બહેનોની સ્પર્ધામાં 448 રમતવીરોએ ભાગ લીધો હતો. 


હીરામણિ સાંધ્યજીવન કુટીરના 29 વડીલોએ સંગીત ખુરશીની રમતમાં ભાગ લીધો હતો

હીરામણિ સાંધ્યજીવન કુટીરમાં રહેતા 16 પુરુષો અને 13 મહિલા એમ 29 વડીલોએ સંગીત ખુરશીની રમતમાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત થયા હતા. મહોત્સવ દરમ્યાન વિજેતાઓને 322 મેડલ ઉપરાંત પ્રમાણપત્ર અને 20 ટ્રોફીઓનું વિતરણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application