BREAKING NEWS

લોધિકાના નગરપીપળિયા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી રાજકોટના બંધુ પર ધોકાથી હુમલો

  • October 07, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં અંબિકા ટાઉનશીપ પાસે રહેતો યુવાન લોધિકાના નગરપીપળીયા ગામે રામામંડળ માં ગયો હતો દરમિયાન અહીં યુવાન અને તેના ભાઈ પર પાંચ શખસોએ ધોકા વડે હુમલો કર્યો હતો. યુવાનના ભાઈએ પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


રાજકોટમાં અંબિકા ટાઉનશિપમાં સહજાનંદ પાર્ક ઇસ્કોન હાઈટ્સની બાજુમાં રહેતા મોહિતભાઈ વિઠ્ઠલભાઈ ઘાડિયા(ઉં.વ.30) નામના યુવાન દ્વારા મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નગરપીપળિયામાં રહેતા દિનેશ ખૂંટ, નીરવ ખૂંટ, પરેશ ખૂંટ, અક્ષય ખૂંટ અને ગૌતમ ખૂંટના નામ આપ્યા છે.


મોહિતભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે કિચનવેરનો વેપાર કરે છે. ગત તા.04/10ના તે તેના મિત્ર રાહુલ ખૂંટના ઘરે નગરપીપળિયા ગામે રામામંડળમાં જમવા ગયો હતો. યુવક રાતે જમવા માટે આવ્યો હતો ત્યારે તેને ગામમાં દૂધ લેવા માટે મોકલ્યો હતો. દૂધ લઈને પરત આવતો હતો ત્યારે રસ્તામાં આ જ ગામના દિનેશભાઈ નાથાભાઈ ખૂંટ દારૂ પીધેલી હાલતમાં તેની પાછળ આવ્યા હતા. અને તેના નાના ભાઈ વિકીનને તાત્કાલિક બોલાવવાનું કહી ધોકાથી ફટકાર્યો હતો. યુવકે તેના નાના ભાઈ વિકીનને બોલાવતા જ અન્ય આરોપીઓએ તેને પકડી રાખી નાનાભાઈ વિકીનને જેમ ફાવે તેમ ગાળો ભાંડી ધોકાથી માર માર્યો હતો.


યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવનું કારણ એ છે કે, તેના નાનાભાઈ વિકીને દિનેશભાઈની દીકરી સાથે લવમેરેજ કર્યા હતાં. જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application