રામ ચરણના કાંડાની સર્જરી, તબીબોની 8 સપ્તાહ આરામની સલાહ
પેડ્ડી ફિલ્મના શૂટિંગ દરમિયાન રામ ચરણના કાંડામાં ઈજા થઈ હતી. ફિલ્મના પ્રમોશનને કારણે અભિનેતા સર્જરી કરાવી શક્યા ન હતા. તાજેતરમાં, અભિનેતાએ કોઈમ્બતુરની એક હોસ્પિટલમાં કાંડાની સર્જરી કરાવી હતી. તેઓ હાલમાં સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે. રામ ચરણનો હોસ્પિટલના પલંગ પરથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ડોક્ટરો સાથે દેખાય છે.ફોટામાં, રામ ચરણ હોસ્પિટલના પલંગ પર બેઠેલા જોવા મળે છે, તેમના હાથ પર પ્લાસ્ટર લગાવેલું છે. અભિનેતાને આઠ અઠવાડિયા માટે બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે.
રામ ચરણનો હોસ્પિટલમાંથી ફોટો વાયરલ થયા પછી, 'પેદ્દી' પ્રોડક્શન હાઉસ, વૃદ્ધિ સિનેમાસે એક નિવેદન બહાર પાડ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે, "અમને એ જાણીને આનંદ થયો કે અમારા પ્રિય મેગા પાવર સ્ટાર રામ ચરણ ગરુની કાંડાની સર્જરી સફળ રહી છે. 'પેદ્દી' ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને ઈજા થઈ હતી. પીડા અને અસ્વસ્થતા હોવા છતાં, તેમણે શૂટિંગ ચાલુ રાખ્યું અને ફિલ્મના આવશ્યક ભાગો ખૂબ જ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે પૂર્ણ કર્યા.તેમનો જુસ્સો, હિંમત અને તેમના કામ પ્રત્યેનો અતૂટ સમર્પણ સમગ્ર ટીમને પ્રેરણા આપી રહ્યો છે. અમને આનંદ છે કે તેઓ હવે સ્વસ્થ છે. અમે તેમના ઝડપી અને સરળ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ જલ્દીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પાછા ફરે.
અહેવાલો અનુસાર, ફિલ્મ 'પેડ્ડી'માં કુસ્તીબાજો સાથે એક શક્તિશાળી એક્શન સીન શૂટ કરતી વખતે રામ ચરણને તેના જમણા કાંડામાં ઈજા થઈ હતી. ઈજા છતાં, તેણે સારવાર લેવાને બદલે ફિલ્મનું પ્રમોશન ચાલુ રાખ્યું. બાદમાં, ડોકટરો દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા પછી, રામ ચરણને સલાહ આપવામાં આવી કે ભવિષ્યમાં કોઈપણ ગૂંચવણો ટાળવા માટે સર્જરી કરાવવી શ્રેષ્ઠ રહેશે.