BREAKING NEWS

કોક ફાઈટ પણ કમાવી આપે:આંધ્રનો શખ્સ 1.53 કરોડ જીતી ગયો

  • January 16, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેકોર્ડ તો અનેક બનતા હોય અને સર્જાતા રહેતા હોય છે. રાતોરાત કરોડપતિ બનવાના રેકોર્ડ બને તેમાં પણ નવાઈ નથી પરંતુ કોક ફાઈટ પણ કમાવી આપે અને કરોડપતિ બનાવી દે તે વાત માનવામાં ન આવે પરંતુ એ સત્ય છે.આંધ્ર પ્રદેશના એક વ્યક્તિએ કોકફાઇટમાં ₹1.53 કરોડ જીતીને આ રેકોર્ડ કર્યો છે.પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં ગુરુવારે સંક્રાંતિ દરમિયાન યોજાયેલી કોકફાઇટમાં એક વ્યક્તિને આ લોટરી લાગી છે.રાજમુન્દ્રીના રમેશે, તાડેપલ્લીગુડેમ શહેરમાં એક કોક ફાઇટ પર મોટી રકમ જીતી હતી.

રમેશ અને ગુડીવાડા પ્રભાકરે તેમના કૂકડાઓ પર મોટી રકમનો દાવ લગાવ્યો હતો, જેના પગ છરીઓથી બાંધેલા હતા. રમેશે શરત જીતી લીધી કારણ કે તેનો કૂકડો વિજયી બન્યો. રમેશ તેના કૂકડાને કારણે કરોડપતિ બન્યો તેનો ખૂબ આનંદ અનુભવે છે.



કુકડાને 6 મહિના સુધી ખવડાવીને આ લડાઈ માટે સજ્જ કર્યો હતો

તેણે સમજાવ્યું કે તેણે છ મહિના સુધી તેની ખાસ જાતિના કૂકડાને લડાઈ માટે સ્વસ્થ અને મજબૂત રાખવા માટે ખવડાવ્યો હતો. દરમિયાન, ગુરુવારે સતત બીજા દિવસે આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાએ મોટા પાયે કોક ફાઇટ યોજાઈ હતી.

આ ઘટનાઓ બૈદ્યાબોરી અને અહતગુરીમાં થઈ હતી, જેમાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ બાબત પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ પરંપરાગત ઘટના માઘ બિહુ લણણીના તહેવાર સાથે એકરુપ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application