અભિનેતાનું અનોખું ટ્રાન્સફોર્મેશન જોઈ ચાહકો ખુશ
બોલિવુડ અભિનેતા રણબીર કપૂરે ફિલ્મ એનિમલથી લોકોને ચોંકાવી દીધા હતા. રણબીર કપૂર હાલના દિવસોમાં ફિટનેસ ગોલ આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા તે પહાડોની વચ્ચે પરસેવો પાડતો જોવા મળ્યો હતો. હવે ફિઝિકલ ટ્રેનરે તેના શાનદાર ટ્રાન્સફોર્મેશનનો ફોટો શેર કર્યો છે.બોલિવુડ અભિનેતા રણબીર કપૂર હાલમાં ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ગત્ત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ એનિમલ દ્વારા રણબીર કપૂરે ચાહકોનું દિલ જીતી લીધું છે. આ સાથે તેની અપકમિંગ ફિલ્મ રામાયણને લઈ સતત વ્યસ્ત છે. ફિલ્મને લઈ એક નવું અપટેડ સામે આવ્યું છે.આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે, છેલ્લા 3 વર્ષમાં એનિમલથી લઈ ફિલ્મ રામાયણ માટે અભિનેતા કેટલો બદલાય ગયો છે.
રણબીર કપૂરના ફિઝિકલ ટ્રેનર શિવોહમે ઈન્સ્ટાગ્રામ પર રણબીરની ફિઝિકલ જર્નીનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં પહેલા ફોટોમાં એનિમલ દરમિયાનનો છે. આ ફિલ્મ ગત વર્ષે રિલીઝ થઈ હતી અને ત્યારબાદ રણબીરે વજન વધાર્યું હતુ. બીજા અને ત્રીજા ફોટોમાં તેના સિક્સ પેક્સ મસલ્સ અને ટોન્ડ બોડી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ બધું તેની મહેનતનું પરિણામ છે.
શાનદાર ફિટનેસ ટ્રેનિંગ લઈ રહ્યો છે રણબીર
41 વર્ષના રણબીર કપૂર રામાયણ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. આ પહેલા તેનો એક વીડિયો વાયરલ પણ થયો હતો. જેમાં તે ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો. સ્વિમિંગ, પહાડો પર ચઢવું સાઈકલ ચલાવવી અને રનિંગ કરવું. આ દરમિયાન તેની સાથે પત્ની આલિયા ભટ્ટ અને પુત્રી રાહાએ પણ તેનો સાથ આપ્યો છે.
રામાયણ માટે રણબીર કપૂર કોઈ પણ ભૂલ કરવા માંગતો નથી, તે જાણે છે કે, ભગવાન રામનું પાત્ર નિભાવવું આસાન નહિ હોય. રણબીર ખુદ આ પાત્રને શાનદાર રજુ કરવા માટે પરસેવો પાડી રહ્યો છે. તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech