BREAKING NEWS

જામનગર : જી.જી.હોસ્પિટલના પાર્કીગમાં આડેધડ વાહનોના થપ્પા: દર્દીઓને ભારે હાલાકી

  • February 02, 2026 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રતિદિન અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે .તેમજ દાખલ દર્દીઓના સ્વજનો-પરિચિતોના આવાગમનને પગલે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પડકારજનક બની ગઈ છે. 


યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોનો પાર્કિંગ તરીકે સૂચવેલા વિસ્તારમાં પણ વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે. ઉપરાંત દિવ્યાંગો માટે ફાળવાયેલા પાર્કિંગમાં પણ દિવ્યાંગ ન હોય એ લોકો જગ્યા જોઈને વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે. જેને પગલે ઘણી વખત દિવ્યાંગોએ પાર્કિંગ મુદ્દે હાલાકી ભોગવવી પડે છે. જી.જી. હોસ્પિટલમાં શ્વાન સહિતના રખડતા પશુઓના અહેવાલ અવારનવાર પ્રગટ થતા હોય છે.

​​​​​​​ ત્યારે પાર્કિંગની સમસ્યા પણ લોકોને પજવી રહી છે. ઘણી વખત સુરક્ષાકર્મીઓ અને દર્દીઓના સ્વજનો વચ્ચેની રકજક પણ ચર્ચાનો વિષય બને છે.અહીં એક પાર્કિંગ માટેના વ્યવસ્થાપક રાખવા જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application