સાયલાના ચિત્રલાખામાં ખનીજ કોલસાની ચોરીના કારસ્તાન પર રેન્જની ટીમ ત્રાટકી
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના ચિત્રલાખા ગામના સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ કોલસાની ચોરીના કારસ્તાન પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે અહીંથી સુંઢકેસીંગ, ટ્રેકટર, કંપ્રેશન, જનરેટર, વાહન અને ૩૭૦ ટન કોલસો મળી કુલ .૨૩.૩૦ લાખનો મુદ્દામાલ જ કર્યેા હતો.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિ રાય દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા શખસો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા શખસો વિધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા ટીમ તપાસમાં હતી.
દરમિયાન સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસગં પરમારને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના ચિત્રલાખા ગામના સર્વે નંબર ૧૪૧ ના સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ કોલસાની ચોરી થતી હોવાની હકિકત મળતા રેન્જની ટીમે અહીં દરોડો પાડી કોલસા ચોરીના કારસ્તાનનો પર્દાફાશ કર્યેા હતો.
દરોડા દરમિયાન અહીંથી ત્રણ બાઇક જેમાં બાઇક નં.જીજે ૧૩ બીસી ૩૪૯૩ માલીક જનકભાઇ વીજાભાઇ સારદીયા (રહે.થાનગઢ) જીજે ૧૩ એએફ ૧૯૫૧ માલીક રામાભાઇ પુનાભાઇ કોઠારીયા (રહે.થાન) જીજે ૧૩ બીડી ૮૩૮૫ માલીક રાહત્પલભાઇ મોતીભાઇ સરલા (રહે. સાયલા) આ ઉપરાંત ટ્રેકટર નં. જીજે ૧૩ એએમ ૨૮૬૧ માલીક લાલજીભાઇ ધનાભાઇ પનારા (રહે. મુળી સુરેનદ્રનગર) તથા અન્ય બે ટ્રેકટર તેમજ આ જગ્યા પર અંદાજે ૧૩ જેટલા ખોદેલા ખાડા તથા સુંઢકેસીંગ – ૯, ટ્રેકટર – ૩, કંપ્રેશન ૩, જનરેટર – ૧, મોટરસાયકલ – ૩ અને કોલસો ટન – ૩૭૦ મળી કુલ .૨૩,૩૦,૦૦૦ નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ સીઝ કર્યેા હતો.
સાયલા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરની દંડની કાર્યવાહી કરવા માટે સીઝ કરેલા મુદ્દામાલને સોંપી આપવામાં આવ્યો છે. ખનીજ ચોરી બાદ હવે કોલસા ચોરી પર રાજકોટ રેન્જની ટીમે ગેરકાયદે ખનીજ કોલસાની ચોરીના કારસ્તાન પર દરોડો પાડતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.