જમ્મુ કાશ્મીર સહિત હિમાલયન રીજીયનમાં વરસાદ અને હિમવર્ષાના કારણે ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. કાશ્મીરમાં હિમવર્ષા ઉપરાંત અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફૂકાતા હોવાથી લઘુતમ તાપમાનનો પારો એકાએક નીચે ઉતરી ગયો છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુતમ તાપમાનમાં સામાન્યથી સાત ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે.
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી હતું તે આજે ઘટીને ૧૨.૨ ડિગ્રી થઈ ગયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧% નોંધાયું છે. જ્યારે પવનની ઝડપ ૮ કીલોમીટરની રહેવા પામી છે.
નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી હતું તે આજે ઘટીને માત્ર ૮.૮ ડિગ્રી રહ્યું છે. એક જ ધડાકે ૯ ડિગ્રીનો ઘટાડો નલીયાના તાપમાનમાં જોવા મળ્યો છે.
રાજ્યના અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો ભુજમાં આજે ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે ૧૫.૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં ગઈકાલે ૧૮ અને આજે ૧૬.૨ ભાવનગરમાં ગઈકાલે ૧૯.૪ અને આજે ૧૭ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે દ્વારકામાં આજે ૧૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે જે ગઈકાલ કરતાં પાંચ ડિગ્રી ઓછું છે.ઓખાના તાપમાનમાં ખાસ ફેરફાર થયો નથી. ગઈકાલે ૨૨.૪ અને આજે ૨૧.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે પોરબંદરમાં ત્રણ ડિગ્રી નો ફેરફાર થયો છે અને ત્યાં ગઈકાલના ૧૮ ડિગ્રી લઘુતમ તાપમાનની સરખામણીએ આજે ૧૫.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં આજે ૧૮.૫ ડિગ્રી અને ગઈકાલે ૨૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ સુધી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ત્યાર પછી તાપમાન ઊંચકાશે. વાતાવરણમાં આવેલા એકાએક ફેરફારને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મહત્તમ તાપમાન અનેક જગ્યાએ ૩૦ ડિગ્રી નીચે સરકી ગયું છે.
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી તારીખ ૨૪ના રોજ શનિવારે હિમાલયન રીજીયનને અસર કરે છે અને તારીખ ૨૪ થી તારીખ ૨૭ સુધી જમ્મુ કાશ્મીર સહીત સમગ્ર હિમાલયન રિજીયનમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાધીશજીનું જગતમંદિર ભક્તજનો માટે પુનઃ રાબેતા મુજબ શરૂ
May 13, 2025 10:10 AMદેવભૂમિ દ્વારકામાં તા. 16 મી મે થી યોજાશે સમર યોગ કેમ્પ
May 13, 2025 10:07 AMખંભાળિયામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
May 13, 2025 10:04 AMઅમૃતસરમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂ પીતા જ 14ના લોકોના ટપોટપ મોત, 6ની હાલત ગંભીર
May 13, 2025 10:03 AMબાળકો માટે ક્યુટ એન્ડ હેલ્ધી બેબી સ્માર્ટ કિડ્સ જજમેન્ટ રાઉન્ડ કાર્યક્રમ
May 13, 2025 10:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech