શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પુર્વ બાતમી આધારે દરોડો પાડી બે મકાનમાં ચાલતા કતલખાનામાંથી આઠ પશુ મળી આવતા તેને છુટા કર્યા હતા. જયારે સ્થળ પરથી પર કિલો ગૌવંશનો જથ્થો અને સાધનો મળી આવ્યાના મામલે ઝડપાયેલા શખ્સોને પોલીસે સ્થળ પર લઈ જઈ રી કંટ્રકશન કરાવ્યું હતું.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે, હુસૈન અબ્દુલ બાવનકા અને મોહસીન હનીફભાઈ શેખ (રે. બન્ને. મટન માર્કેટ અંજુમન ટેનામેન્ટની બાજુમાં, જમના કુંડ રોડ, ભાવનગર)એ ભાગીદારીમાં પોત પોતાના કબજા ભોગવટાના રહેણાકી મકાનોમાં જીવતા પશુઓને કુરતાપુર્વક ગોંધી રાખેલ છે. અને તેઓના કબજાના મકાને ગૌ વંશનુ માંસ રાખેલ છે અને વેંચાણની પ્રવૃતી ચાલુ છે.
જે હકીકત આધારે પંચો સાથે રેઈડ કરતા હુસૈન અબ્દુલ બાવનકા તથા મોહસીન હનીફભાઈ શેખ પોતપોતાના રહેણાંકીય મકાને ભાગીદારીમાં હુસૈનના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનોમાં જીવતાં પશુ ભેંસ ૦૨, પાડા ૦૫, તથા એક વાછરડી ૦૧,ને ખીચોખીચ ભરીને દોરડાથી કસોકસ કુરતાપુર્વક બાંધી પશુ માટે કોઈ પ્રકારનું થાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહિ કરી કતલ કરવાના હેતુથી રાખી હુસૈનના મકાનેથી થર્મોકોલના ખોખા નંગ ૦૨માં ગૌ વંશ માંસ મટન વજન ૬૧ કિલો ૫૦ ગ્રામ કિ.રૂ.૧૨,૨૧૦, મોહસીનના મકાનેથી પ્લાસ્ટિક કંતાનની થેલી નંગ ૦૨માં ભરેલ ગૌ વંશ માંસ મટન વજન ૫૬ કિલો ૬૦૦ ગ્રામ કિ.રૂ.૧૧.૩૨૦ મોબાઈલ ફ્રેન ૦૨, વજન કાંટો, પશુઓના કતલ કરવા માટેના ઉપયોગમાં લેવાના લાકડાનો ગઠ્ઠો, લોખંડના કોયતા નંગ ૦૪, માંસ સાફ કરવાના મશકરા નંગ ૦૯, લોખંડની હાથાવાળી છરી નંગ ૦૭, મિળી કુલ રૂ.૩૩,૫૩૦નો મુદ્દામાલ રાખી પશુઓને કુરતાપુર્વક બાંધી કિંમતી પશુઓને મારી નાંખી બગાડ કરી પશુઓ પ્રત્યે થાતકી વર્તન કરી કોઈપણ પ્રકારના લાઈસન્સ કે મંજૂરી વગર કતલખાનું ચલાવી હાજર મળી આવતા બન્ને શખસની ધરપકડ કરી લીધી હતી. જ્યારે કાઈમ બ્રાંચની તપાસ દરમિયાન ઈરફાન ઉર્ફે ઈનો કામસભાઈ લાખાણી (રે. કામળ ફળી ચોક, મટન માર્કેટ, ભાવનગર), ઈમરાન હનીફભાઈ શેખ (રે. જમનાકુંડ, મટન માર્કેટ, ભાવનગર), જુબેર અલ્તાફભાઈ ચૌહાણ (રે. કામળફળી ચોક, રબ્બાની મસ્જીદ પાસે, ભાવનગર) અને અકરમ ઉર્ફે બાકો બાવનકા(રે. જનતાનગર, શિશુવિહાર સર્કલ, ભાવનગર)ના નામ ખુલવા પામ્યા હતા. જો કે રેડ દરમિયાન શખસો હાજર મળી આવ્યા ન હતા. આ બનાવ સદર્ંભે લોકલ ક્રાઈમ બ્રાંચે તમામ શખસો સામે ગંગાજળીયા પોલીસ મથકંમાં ફરીયાદ આપતા પોલીસે પશુઓ પ્રત્યે કુરતા પ્રતિબંધ અધિનિયમ, પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ, જીપી એક્ટ તેમજ બીએનએસની કલમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન ઝડપાયેલા શખ્સોને આજે પોલીસે સ્થળ પર લઈ જઈ રીકંટ્રકશન કરાવ્યું હતું. ત્યાર સ્થળ પર લોકોના ટોળાં ઉમટ્યા હતા.