BREAKING NEWS

પેંડાગેંગના સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજા સહિતની ત્રિપુટીનું રિકન્સ્ટ્રકશન

  • November 08, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં પેંડા અને મૂરધા ગેંગ વચ્ચે ચાલતી વોરમાં સામ સામે ધાણીફૂટ ફાયરિંગની ઘટનામાં બન્ને ગેંગના ૧૫ આરોપીઓ ઝડપાયા બાદ એસ.ઓ.જી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ બંને ગેંગના વધુ સાગરીતોને ઝડપી લેવા સતત કાર્યશીલ છે ત્યારે એસઓજી બ્રાન્ચે પેંડા ગેંગના મુખ્ય સૂત્રધાર ગણાતા રાજપાલ ઉર્ફે રાજા જાડેજા સહિતની ત્રિપુટીને ઝડપી લેતા આંકડો 18 ઉપર પહોંચ્યો છે ઝડપાયેલ આરોપીઓનું ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરાવી એસઓજીએ હાથ જોડાવ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં મંગળા રોડ પર પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે ચાલી આવતી અદાવતમાં તાજેતરમાં સામસામા ફાયરીંગની ઘટના પ્રકરણની તપાસ એસઓજી બ્રાન્ચ ચલાવી રહી હોય એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ.ધ્રાંગુ સહિતની ટીમે કમર કસી હતી.

તો બીજી તરફ ભૂગર્ભમાં ઊતરી ગયેલા સમીર ઉર્ફે મુરઘા ગેંગ અને પેંડા ગેંગના અન્ય સાગરીતો અન્ય રાજ્યોમાં નાસી છૂટ્યા હોય અલગ અલગ ટીમો યુપી તેમજ એમપી સહિતના રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન મળેલ ચોક્કસ હકીકતના આધારે એસ ઓ જી બ્રાન્ચ ની ટીમે ફાયરિંગમાં પેંડા ગેંગના મુખ્ય સૂત્રધાર એવા રાજપાલ ઉર્ફે રાજાની સંડોવણી હોવાનું ધ્યાને આવતા તેને ઝડપી લેવા પગેરું દબાવ્યું હતું તે વેળાએ બાતમીના આધારે રાજપાલ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા, દિનેશ ઉર્ફે કાંચો અને જૂનાગઢનો અલકાફ શેખને ઝડપી બનાવ સ્થળે લઈ જઈ આરોપીઓની હાથ જોડી માફી મંગાવી હતી તેમજ ઘટના અંગે રીકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.



ડોન સમજતો રાજા મહિલાના વેશમાં બુરખો પહેરી ભાગ્યાની ચર્ચા !

રાજકોટ ફાયરિંગ પ્રકરણમાં પેંડા ગેંગના મુખ્ય સૂત્રધાર એવા રાજપાલ ઉર્ફે રાજા અને સાગરીતોને પકડવા પોલીસ પહોંચી ત્યારે પોલીસથી બચવા પોતાને ડોન સમજતા રાજાએ મહિલાનો બુરખો પહેરી ભાગ્યની ચર્ચા તેમજ પોલીસે તેને જેન્ટ્સ ઘડિયાળ પહેરી હોય તેના પરથી ઝડપી બુરખો ઉંચો કરતા રાજપાલ ઉર્ફે રાજો હતો તેવી સૂત્રોમાંથી વિગતો સાપડી હતી.


આજીવન કેદની સજામાં પેરોલ જમ્પ કરી કેદી રાજાએ ગુના આચર્યા

રાજકોટમાં પોલીસમેન ભરત ગઢવી ની શક્તિ ઉર્ફે પેંડા અને તેના સાગરીત ગણાતા રાજપાલ ઉઠે રાજા સહિતની ટોળકીયે હત્યા કરી હતી જેમાં પેંડાનું એન્કાઉન્ટર થયું હતું જે કેસમાં રાજપાલ ઊઠે રાજા સહિતના આરોપીઓને આજીવન કેદની સજા થયા બાદ જેલમાંથી પેરોલ રજા લીધા બાદ હાજર ન થઈ પેરોલ જંપ કર્યા બાદ રાજાએ બે હત્યા ની કોશિશના ગુના તેમજ ફાયરિંગના ગુનામાં ભાગતો ફરતો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application