શહેરનાં પોશ વિસ્તાર એવા નિર્મલા કોનવેન્ટ રોડ પર આવેલા જીમમાં સોડા બોટલનાં છુટા ઘા કરી તોડફોડ કરી ધમાલ મચાવનાર ચાર શખસોની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી તેને ઘટનાસ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
નિર્મલા કોનવેન્ટ રોડ ઉપર ત્રણેક દીવસ પહેલાં આર.ફીટનેસ નામના જીમ પાસે ઘસી જઈ સોડા બોટલનાં છુટા ઘા કરી જીમનો કાચ તોડી નાખી સરાજાહેર આતંક મચાવવાનાં મામલે ફરિયાદ નોંધાવાતા ગાંધીગ્રામ પોલીસે એન.સી.કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં પોલીસે મયુરસિંહ મહેન્દ્રસિંહ સોઢા (ઉ.વ.૩૩, રહે. પ્ર.નગર પોલીસ લાઈન પાસે), અક્રમ રફીકભાઈ દાઉદાણી (રહે. નવી ઘાંચીવાડ), અમર ચંદુભાઈ થરેચા (ઉ.વ.૨૭, રહે. ગીરનારી શેરી,બેડીપરા) અને કાનજી લાભુભાઈ કુકાવા (ઉ.વ.૨૪, રહે. નીલકંઠ પાર્ક, પુષ્કરધામ મેઇન રોડ)ને ઝડપી લઇ ઘટનાસ્થળે લઇ જઈ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.આ કામગીરી ગાંધીગ્રામ પોલીસના પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરીમાં ડી સ્ટાફના રવિભાઈ ગઢવી અને રઘુભા જાડેજા સહિતના સ્ટાફ સાથે રહ્યો હતો.