BREAKING NEWS

દેશભરમાં રેડ બુલનો સ્ટોક જ: FSSAIના આદેશ સામે કંપનીએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા

  • September 29, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગઈકાલે ન્યાયાધીશ અમિત મહાજને કેસની સુનાવણી કરી. સુનાવણી દરમિયાન, કોર્ટે એફએસએસએઆઈ પાસેથી સ્પષ્ટ્રતા માંગી કે શું ઓર્ડર જારી કરતા પહેલા રેડ બુલને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી અને શું તેમને તેમનો કેસ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.આટલું જ નહીં, કોર્ટે કંપનીનો પક્ષ સાંભળ્યા વિના તાત્કાલિક કાર્યવાહીની જરિયાત પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને એફએસએસએઆઈને આ બાબતે સૂચનાઓ માંગવા કહ્યું. આ કેસમાં આગામી સુનાવણી ૨૯ સપ્ટેમ્બરે થશે. સોમવારની કાર્યવાહી દરમિયાન રેડ બુલને કોઈ વચગાળાની રાહત આપવામાં આવી ન હતી.અરજી અનુસાર, રેડ બુલ ૨૦૦૨ થી ભારતમાં તેના ઉત્પાદનોને એનર્જી  તરીકે વેચી રહ્યું છે. કંપનીનો આરોપ છે કે ૩૦ જૂનનો નિર્દેશ પૂર્વ સૂચના અથવા સુનાવણીની તક આપ્યા વિના જારી કરવામાં આવ્યો હતો. કંપનીનો એવો પણ દાવો છે કે જુલાઈમાં જારી કરાયેલા કોમ્યુનીકેશનના કારણે અમલીકરણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પરિણામે દેશભરમાં અનેક સ્થળોએ તેના ઉત્પાદનો જ કરવામાં આવ્યા હતા.કંપનીએ એફએસએસએઆઈ ના વલણમાં ફેરફારના આધાર પર પ્રશ્ન ઉઠાવ્યો છે. માર્ચ ૨૦૨૪ ની સલાહને ટાંકીને, તેણે જણાવ્યું હતું કે કેફીનયુકત પીણાં માટે લાગુ પડતા ખાધ શ્રેણી હેઠળ આવતા ઉત્પાદનો માટે એનર્જી ડિં્રક શબ્દનો ઉપયોગ સ્પષ્ટ્ર કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News