BREAKING NEWS

ગરમીમાં એસી વાપરતા લોકો માટે લાલબત્તી! જાણો કઈ ભૂલોના કારણે બોમ્બની જેમ ફાટે છે AC

  • May 30, 2026 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગરમીમાં એસી વાપરતા લોકો માટે લાલબત્તી! જાણો કઈ  ભૂલોના કારણે બોમ્બની જેમ ફાટે છે AC
Red beacon for such needy people in summer! Know due to which mistakes AC explodes like a bomb
ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી હવે દરેક ઘરની પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે. પરંતુ દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં વધી રહેલા તાપમાન અને પાવર લોડના કારણે એસી બ્લાસ્ટ થવાની અને તેમાં આગ લાગવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં જ સાઉથ દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં એસીના ઇન્ડોર યુનિટમાં આગ લાગવાને કારણે એક નિવૃત્ત આઈએએસ (IAS) અધિકારીનું ગૂંગળામણથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
ગંભીર દુર્ઘટનાઓથી બચવા માટે એસી એક્સપર્ટ્સે બ્લાસ્ટ થવાના ૫ મુખ્ય કારણો અને તેનાથી બચવાના ઉપાયો
AC બ્લાસ્ટ થવાના ૫ મુખ્ય કારણો
ગેસ લીકેજ અને તણખો
એસીમાં સામાન્ય રીતે R32 અને R290 જેવી ગેસ વપરાય છે, જે અત્યંત જ્વલનશીલ હોય છે. જો પાઇપમાં ક્યાંય લીકેજ હોય અને ત્યાં નાનો અમથો તણખો (સ્પાર્ક) પણ થાય, તો એસી તુરંત આગ પકડી લે છે.
લોકલ કે સસ્તી ગેસ ભરાવવી
ઘણા લોકો અથવા બિનઅનુભવી મેકેનિક થોડા પૈસા બચાવવા માટે એસીમાં લોકલ અને સસ્તી જ્વલનશીલ ગેસ ભરી દે છે. આનાથી એસી ચાલુ થતાં જ કમ્પ્રેસરની અંદર પ્રેશર વધી જાય છે અને તે ધડાકાભેર ફાટે છે.
કમ્પ્રેસર ઓવરહીટ થવું
એસીના ફિલ્ટર ગંદા હોવા, કન્ડેન્સર કોઈલ બ્લોક હોવી કે ગેસ ઓછી હોવાને કારણે કમ્પ્રેસર પર લોડ વધી જાય છે. સતત ચાલવાને કારણે તેનું તાપમાન ૨૦૦°C થી વધુ થઈ જાય છે અને તે બ્લાસ્ટ થઈ જાય છે.
ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ
લૂઝ વાયરિંગ, ખરાબ કેપેસિટર કે વોલ્ટેજના સતત ઉતાર-ચઢાવ (ફ્લકચ્યુએશન) ના કારણે શોર્ટ સર્કિટ થાય છે. ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ હોવાને કારણે આ જોખમ બમણું થઈ જાય છે.
વેક્યૂમ વગર ગેસ ભરવી
 નવી ગેસ ભરતા પહેલાં આખી સિસ્ટમને વેક્યૂમ કરવી જરૂરી છે. જો અંદર હવા (ઓક્સિજન) રહી જાય, તો તે ગેસ અને હાઈ પ્રેશર સાથે મળીને બ્લાસ્ટનું કારણ બને છે.
સુરક્ષિત રહેવા માટે એક્સપર્ટની ખાસ ટીપ્સ
ઓથોરાઈઝ્ડ સર્વિસ
હંમેશા કંપનીના પ્રમાણિત ટેકનિશિયન પાસે જ સર્વિસ કરાવો અને તેનું પાકું બિલ અચૂક લો.
આસપાસ સફાઈ રાખો
એસીના આઉટડોર યુનિટ (જે ઘરની બહાર હોય છે) ની આસપાસ કોઈપણ પ્રકારનો કચરો, પ્લાસ્ટિક, તેલ કે જ્વલનશીલ વસ્તુઓ ન રાખો.
તાપમાન સેટિંગ
એસીનું તાપમાન હંમેશા ૨૪ થી ૨૬ ડિગ્રી વચ્ચે રાખવું જ ઉત્તમ છે. તેનાથી ઓછું ટેમ્પરેચર રાખવાથી કમ્પ્રેસર પર બિનજરૂરી દબાણ વધે છે.
ચેતવણીના સંકેતો
 જો એસીમાંથી કોઈ અસાધારણ અવાજ આવે, બળવાની ગંધ આવે કે ઇન્ડોર યુનિટ પર બરફ જામતો દેખાય, તો તેને તુરંત બંધ કરી મેઈન સ્વિચ (MCB) થી પાવર કાપી નાખવો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News