UPSCનું પેપર રૂ.30 હજારમાં મળી જશે... GD અને CSATનું પેપર વેચાતું હોવાની રીલ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ

  • May 25, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે એક તરફ યુપીએસસીની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બીજી તરફ આ પેપર રૂ. 30,000માં વેંચાઈ રહ્યું હોવાનું સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે. જેમાં  UPSCનું GD અને CSAT એમ બંને પેપરની PDF ઇન્સ્ટાગ્રામમાં મળી જશે તેવું લખવામાં આવ્યું છે. 


3 કલાકમા બંને પેપરની પીડીએફ મળી જશે

રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા એક શિક્ષકને ઇન્સ્ટાગ્રામમાં યુપીએસસીનું પેપર વેચાતું હોવાનું ગઈકાલે સાંજે ધ્યાનમાં આવતા નકલી ગ્રાહક બની પેપર માંગ્યું હતું. જેથી સામેથી જવાબ મળ્યો હતો કે રૂપિયા 30,000 ગૂગલ પે કરતાની સાથે જ 3 કલાકમા બંને પેપરની પીડીએફ મળી જશે. જોકે આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News