રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ - ૨૦૨૫ યોજાશે,જેનું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.૨૭/૧૧/૨૦૨૫ સુધી કરવામાં આવશે. સ્પે. ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક દિવ્યાંગતા, શારીરિક દિવ્યાંગતા, અંધજન, શ્રવણ મંદ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા ભાઈઓ/બહેનો જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ આયોજીત થનાર સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. માનસિક દિવ્યાંગતામાં ૮ થી ૧૫ વર્ષ, ૧૬ થી ૨૧, ૨૨ થી ઉપર, શારીરિક દિવ્યાંગતામાં ૧૬ વર્ષ સુધી, ૧૬ થી ૩૫ વર્ષ, ૩૫થી ઉપર, અંધજનમાં ૧૮ વર્ષથી નીચે, ૧૮ ઉપર, શ્રવણ મંદમાં ૧૬ વર્ષ થી નીચે, ૧૬ ઉપર, ૪૫ થી ઉપરના વયજૂથ રહેશે તેમજ સેરેબ્રલ પાલ્સીમાં ઓપન એજ રહેશે.
સ્પે.ખેલ મહાકુંભ - ૨૦૨૫માં ઓફલાઈન રજીસ્ટ્રેશન સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,જી.વી.જે.સરકારી સ્કુલ-ખંભાલીયા ખાતે બનેસિંહ સિસોદિયા (૯૫૮૬૭ ૬૬૪૪૫), ચોખંડા રોડ,સતવારા સમાજની વાડી,સંગમ મોબાઈલ,ખંભાલીયા ખાતે પી.એલ.નકુમ (૯૫૫૮૧ ૨૨૨૯૧) અને સંગમ ચોપડા (૯૪૨૪૩૨૫૩૯૦), બી.આર.સી. ભવન, દ્વારકા ખાતે વિજયભાઈ વારોતરીયા (૯૭૨૪૨ ૩૪૪૦૦)અને કમલેશભાઈ વૈશ્ણવ (૯૨૭૫૧ ૫૬૧૫૨), બી.આર.સી. ભવન, ખંભાળીયા ખાતે પી.એલ.નકુમ (૯૫૫૮૧ ૨૨૨૯૧), બી.આર.સી. ભવન, કલ્યાણપુર ખાતે વિપુલભાઈ ઓઝા (૯૯૭૮૧ ૩૭૫૩૭), બી.આર.સી. ભવન, ભાણવડ ખાતે નરેન્દ્રભાઈ ધઉવા (૯૯૭૯૦ ૪૭૨૮૨)નો સંપર્ક કરી શકાશે. ચાલુ વર્ષે સર્ટીફીકેટના વેરીફીકેશન બાદ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
સ્પે.ખેલમહાકુંભ - ૨૦૨૫માં જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. દેવભુમિ દ્વારકા જિલ્લાનાં વધુમાં વધુ સંંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લેવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં અપીલ કરાઈ છે.