રાજકોટમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આયોજિત ભવ્ય એર શોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ આપતા આજે સૂર્યકિરણ ટીમનાં છ વિમાનો દ્વારા અટલ સરોવર ખાતે મીની રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલધડક કરતબોની પ્રેક્ટિસ કરી હતી જેણે આસપાસના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો અને સાત ડિસેમ્બર, રવિવારના મુખ્ય શો માટેની આતુરતા વધારી દીધી છે. તસવીરમાં આજે એર શો રિહર્સલ થયું હતું તે દ્રશ્યમાન થાય છે.