ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે રહેતા પ્રૌઢે તેના સાળાના દીકરાની સગાઈ તેના જ ગામે રહેતા એક પરિવારની દીકરી સાથે કરાવ્યા બાદ તેના લગ્ન થઈ ગયા બાદ દીકરી પિયરમાં માતાના ઘરે જતીન હોય જે બાબતનો ખાર રાખી દીકરીની માતા, ભાઈ, અને બહેને ઘરમાં ઘૂસી ફરિયાદી અને તેના પુત્ર સાથે ગાળા ગાળી કરી લોખંડની સ્ટીલની ડોલથી હુમલો કરતા આ અંગે ગોંડલ તાલુકા પોલીસમાં મહિલા અને તેના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે રહેતા મોહનભાઈ હીરાભાઈ વિંઝુડા ઉંમર વર્ષ 57 વાળાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે તેમના સાળા જગદીશભાઈના દીકરા હિતેશની પાંચ વર્ષ પૂર્વે સગાઈ તેમના જ ગામમાં રહેતા પરિવારને ત્યાં કરાવી હતી.
વધુમાં જણાયા મુજબ સાળાના દીકરા હિતેશની સગાઈ કંચનબેન વિંઝુડાની દીકરી ભારતી સાથે કરાવી હતી ત્યારબાદ તેના સાળાનો દીકરો અને તેના ગામની દીકરી બંને રાજકોટ રહેવા જતા રહ્યા હતા પરંતુ દીકરી ભારતી તેના માતા પિતાના ઘરે કોઈ પણ કારણોસર આટો દેવા જતી ન હોય અને માતા પુત્રીને કોઈ પણ કારણસર મનમેળ ન હોય તે તેના પિયર જતી ન હતી.
જે બાબતનો ખાર રાખી કંચનબેન વિંઝુડા, મોહનભાઈ હીરાભાઈ વીજુડાના ઘરે આવ્યા હતા અને મોહનભાઈના દીકરા જયેશ સાથે બોલાચાલી કરી વાળ પકડી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી જે અંગેની જાણ તેમને કરવામાં આવતા મોહનભાઈ વાડીએથી ઘરે દોડી આવ્યા હતા.
આ ઝઘડા બાબતે ઘરે આવ્યા બાદ ફરી કંચનબેન તેની નાની દીકરી બીના અને પુત્ર જીગ્નેશ સાથે મોહનભાઈ ના ઘરે આવી બોલાચાલી કર્યા બાદ ગાળાગાળી ઉપર ઉતરી આવ્યા હતા અને ફળિયામાંથી લોખંડની સ્ટીલની ડોલ લઈ માથામાં ઝીકી દેતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મોહનભાઈની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે આરોપી કંચનબેન વિંઝુડા પુત્ર જીગ્નેશ વિંઝુડા અને પુત્રી બીના જોગડીયા સામે ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.