રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પાંખ, રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે પેકેજ ફૂડ્સ માર્કેટમાં નોંધપાત્ર વિસ્તરણની આજે જાહેરાત કરી છે. આ અંતર્ગત, ૭૫ વર્ષ જૂની અને જાણીતી ફૂડ્સ બ્રાન્ડ ને ફૂડ્સ સેગમેન્ટમાં તેની મુખ્ય એસઆઇએલ બ્રાન્ડ તરીકે રિલોન્ચ કરવામાં આવી છે. આ સાથે નું ફૂડ્સ કેટેગરી (ખાદ્ય પદાર્થોની શ્રેણી)માં સર્વગ્રાહી પદાર્પણ થયું છે, જેની શરૂઆતમાં બ્રાન્ડ હેઠળ નૂડલ્સ, જામ, કેચઅપ, સોસ અને સ્પ્રેડ્સ જેવી નવી પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરાઈ છે.
એક નવા અને આધુનિક રૂપરંગથી સજ્જ, નવી થકી એ જ જૂની પેઢીઓના મનપસંદ સ્વાદ અને સોડમને પુન:પ્રસ્તુત કરાઈ રહી છે. આ પ્રોડક્ટ્સને એવી રીતે વિકસાવાઈ છે જેથી તે આધુનિક ભારતીય પરિવારોની સ્વાદ, ગુણવત્તા અને કિંમતની અપેક્ષાઓ પર પરિપૂર્ણ ઉતરી શકે. મુખ્ય ફૂડ્સ બ્રાન્ડ તરીકે દ્વારા કંપનીના પેકેજ્ડ ફૂડ્સ ક્ષેત્રમાં પદાર્પણનું પ્રથમ સોપાન સર કરાશે જેથી ભવિષ્ય માટે તૈયાર એવા મજબૂત ફૂડ્સ પોર્ટફોલિયોનો પાયો રચાય.
પોષાય તેવી કિંમતે વિશ્વ-સ્તરીય ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સની પ્રસ્તુતિનાના વચનને પરિપૂર્ણ કરતા, ભારતીય ઘરો માટે એક સંપૂર્ણ, સહેલાઈથી ઉપલબ્ધ અને પૈસા-વસૂલ ફૂડ્સ બ્રાન્ડ તરીકે પરત ફરી છે. ની પુન:પ્રસ્તુતિ ભવિષ્યલક્ષી વ્યાપારનું નિર્માણ કરવાની સાથે ભારતની લોકપ્રિય બ્રાન્ડ્સના વારસાને પુન:પ્રસ્તુતિ સાથે સુદૃઢ બનાવવાની ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેતન મોદીએ જણાવ્યું હતું કે, રિલોન્ચની વૃદ્ધિની સફરમાં સર કરેલું મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણ કે આ સાથે અમે પહેલીવાર પેકેજ્ડ ફૂડ્સ ક્ષેત્રમાં સંપૂર્ણરીતે પ્રવેશ કર્યો છે. ને અમારી મુખ્ય ફૂડ્સ બ્રાન્ડ તરીકે પ્રસ્તુત કરીને, અને તેને નૂડલ્સ, જામ, કેચઅપ, સોસ અને સ્પ્રેડ્સ વગેરેમાં ફેલાવીને, અમે દરેક ઘર માટે એક મજબૂત અને સરળતાથી પહોંચને પાત્ર ફૂડ્સ પોર્ટફોલિયો બનાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. એ વારસા અને નવતર પ્રયોગોનું સર્વોત્તમ સંયોજન છે, જે અમને ઉચ્ચ-ગુણવત્તાશીલ અને પૈસા વસૂલ ફૂડ પ્રોડક્ટ્સની પ્રસ્તુતિ માટે સક્ષમ બનાવે છે જે પ્રેરિત તો ભારત દ્વારા છે, પરંતુ ઉપલબ્ધ આખા વિશ્વ માટે છે.
નવી રેન્જ આપણી પેઢીઓ જે સ્વાદના ચટાકા સાથે મોટી થઈ છે તેની પુન:પ્રસ્તુતિ કરે છે, જેને આજના ગ્રાહકો માટે ખાસ તૈયાર કરાઈ છે. નૂડલ્સ પોર્ટફોલિયોમાં ચાર વેરિયાન્ટ - મસાલા, આટા વિથ વેજીસ, કોરિયન -ફાયર અને ચાઉ-ચાઉનો સમાવેશ થાય છે જે માત્ર રૂ. ૫ની કિફાયતી કિંમતથી શરૂ થાય છે. તો બીજીતરફ કોઈ પણ પ્રકારના કૃત્રિમ રંગ કે અન્ય રસાયણો વિના માત્ર દેશી ટામેટાંમાંથી બનાવયેલા કેચઅપનું પાઉચ ફક્ત રૂ. ૧થી શરૂ થાય છે. આ ઉપરાંત, ૨૨% વધુ ફળોનો જથ્થો ધરાવતા અને આઠ સાચા ફળોના ઉપયોગ દ્વારા બનાવાયેલા મિક્સ્ડ ફ્રૂટ જામની કિંમત રૂ. ૨૨થી શરૂ થાય છે. તે ૧૦૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ અને ૫૦૦ ગ્રામ પેક્સમાં ઉપલબ્ધ છે.