BREAKING NEWS

વૈશ્વિક મોંઘવારી વચ્ચે રાહત: આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ભડકે બળ્યા છતાં ભારતમાં  ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર

  • June 09, 2026 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક સિલિન્ડર પાછળ સરકાર અને ઓઈલ કંપનીઓ ભોગવે છે 700 રૂપિયાનું નુકસાન
પેટ્રોલિયમ મંત્રાલયના અહેવાલ મુજબ, એક પ્રમાણભૂત 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરને ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવાનો વાસ્તવિક ખર્ચ 1600 રૂપિયાથી વધુ થઈ રહ્યો છે. જોકે, સામાન્ય પરિવારોને મોંઘવારીની આંચ ન લાગે તે માટે ગ્રાહકોએ આ ખર્ચ કરતા ઘણી ઓછી કિંમત ચૂકવવી પડે છે. આ વ્યવસ્થાના કારણે ઓઈલ કંપનીઓ અને સરકારને પ્રતિ સિલિન્ડર આશરે 700 રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 ના અંત સુધીમાં આ કુલ નુકસાનનો આંકડો 60000 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જેને સરભર કરવા માટે કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં 30000 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની મંજૂરી આપી છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવાનું મુખ્ય કારણ


મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊર્જા પરિવહન માટેના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝ જળડમરુમધ્ય) પરથી થતો સપ્લાય ખોરવાયો છે.સાઉદી અરામકોના કોન્ટ્રેક્ટ પ્રાઇસ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં ગેસની કિંમત 542.50 ડોલર પ્રતિ ટન હતી, જે જૂન મહિનામાં વધીને 790 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગઈ છે.વૈશ્વિક બજારમાં આયાત ખર્ચ આટલો વધવા છતાં પડોશી દેશોની સરખામણીએ ભારતમાં ઘરેલું રાંધણગેસના દરો સૌથી નીચલા સ્તરે જાળવી રાખવામાં આવ્યા છે.દેશના મુખ્ય શહેરોમાં ગેસ સિલિન્ડરના સત્તાવાર ભાવોદેશના અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશનના કારણે કિંમતોમાં થોડો તફાવત જોવા મળે છે. હાલમાં દેશના પ્રમુખ શહેરોમાં 14.2 કિલોના ઘરેલું સિલિન્ડર અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના આ મુજબ નિર્ધારિત થયેલા છે

દિલ્હી:- ઘરેલું સિલિન્ડર 942.0 રૂપિયા | કોમર્શિયલ સિલિન્ડર 3113.5 રૂપિયા
મુંબઈ:- ઘરેલું સિલિન્ડર 941.5 રૂપિયા | કોમર્શિયલ સિલિન્ડર 3067.5 રૂપિયા
બેંગલુરુ:- ઘરેલું સિલિન્ડર 944.5 રૂપિયા | કોમર્શિયલ સિલિન્ડર 3198.0 રૂપિયા
ચેન્નઈ:- ઘરેલું સિલિન્ડર 957.5 રૂપિયા | કોમર્શિયલ સિલિન્ડર 3283.0  રૂપિયા
કોલકાતા:- ઘરેલું સિલિન્ડર 968.0 રૂપિયા | કોમર્શિયલ સિલિન્ડર 3256.0 રૂપિયા
લખનૌ:- ઘરેલું સિલિન્ડર 979.5 રૂપિયા | કોમર્શિયલ સિલિન્ડર 3236.0 રૂપિયા
પટના:- ઘરેલું સિલિન્ડર 1031.5 રૂપિયા | કોમર્શિયલ સિલિન્ડર 3400.5 રૂપિયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application