BREAKING NEWS

દેવભુમી દ્વારકા : મીઠાપુર વિસ્તારની મહાકાલ ગેંગના રીમાન્ડ મંજુર

  • October 11, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભુમી દ્વારકા જીલ્લાના મીઠાપુર વિસ્તારની નવનિયુકત મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધાર અને સાગરીતો વિરુઘ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે, દરમ્યાન પકડાયેલા શખ્સોને રીમાન્ડ પર લેવામાં આવ્યા છે.


ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બનેલ છે. જેના માધ્યમથી તેઓ ગેરકાયદેસર સંપતિ તથા કાળા નાણાનું પ્રમાણ મહતમ હોવવાથી જેની અર્થતંત્ર ઉપર પ્રતિકુલ અસર થઇ રહેલ હતી. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ તથા ત્રાસવાદી સંગઠનોના ઇરાદાઓ એકસરખા હોવાથી તેઓ નારકો-ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે. જેથી ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસના ભાગરૂપે સન ૨૦૧૫ના વર્ષ દરમ્યાન ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ) પસાર કરી તેની રચના કરવામાં આવેલ છે, જે અનુસંધાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગરના વિકાસ સહાય તથા રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તરફથી મળેલ માર્ગદર્શન અને સુચના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સાહેબ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. તથા મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારની કાર્યરત ગેંગ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સબબે જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ.


પ્રાથમિક માહીતી અનુસાર સન ૨૦૨૨ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા, ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત બિચ્છુ ગેંગ વિરુદ્ધ આ કાયદા હેઠળ કાર્યવાહીકરવામાં આવેલ હતી પરંતુ ત્યાર બાદ (૧) કિશનભા ભાવુભા માણેક (જોધાણી) જાતે હીન્દુ વાઘેર રહે હાલ રહે, માણેક ચોકઉધોગ નગર સુરજકરાડી મુળ રહે. મેવાસા ગામવાડી વિસતાર તા. દ્વારકા (૨) મેહુલભાઇ ઉર્ફે ભુરો કમલેશભાઇ પરમાર જાતે હીન્દુ ખવાસ રહે હાલ સાંઇ બાબાના મંદિરની પાછળ ગાયત્રી નગર આરંભડા સીમ તા. દ્વારકા મુળ રહે. ભાતેલ ગામ તા.ખંભાળિયા જિ.દેવભૂમિ દ્વારકાનાઓની સીન્ડીકેટ હેઠળ એક નવી મહાકાલ ગેંગ કાર્યરત થયેલ હોવાનું ધ્યાને આવેલ હતું.


ગઇ તા-૧૫/૦૯/૨૦૨૫ સાંજના આશરે સાડા છ થી સાત સમયગાળા દરમ્યાન આરોપીઓ દ્વારા ફરીયાદીનું અપહરણ કરી પોતે ઉંચા વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી કરવા તેમજ ખંડણી મેળવવા સારૂ અપહરણ કરી ટેલિફોનીક ધાકધમકી આપી એકબીજાએ ગુનામાં મદદગારી આચરેલ હોવાનું જણાઇ આવતા આ કામે ગઇ તા.૧૬/૦૯/૨૦૨૫ના રોજ કલાક ૨/૦૦ વાગે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે. જેથી આ પ્રકારની ગેંગ સતત ગુનાહિત પ્રવૃતિમાં કાર્યરત હોવાનું જણાઇ આવતા જે બાબતે પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાનાઓ તરફથી ગુપ્ત રાહે પો.ઇન્સ.શ્રી મીઠાપુર પોલીસ સ્ટેશનનાઓ પાસે પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલ. આ દરમ્યાન આરોપીઓ દ્વારા એક અનુસુચિત જાતિની મહીલા સહિત તેમના પરીવારજનોને જાતિવાચક શબ્દો કહી તેઓના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોવાનું જણાઇ આવતા તા. ૨૧/૦૯/૨૦૨૫ના રોજ મીઠાપુર પો.સ્ટે. "એ" પાર્ટ  ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૫૧(૩),૩૫૨,૫૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧) (આર),૩ (૧) (એસ),૩ (૨) (૫-એ) મુજબનો ગુનો નોંધવામાં આવેલ હતો.


દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબીના સહયોગથી પો.ઇન્સ. મીઠાપુર પો.સ્ટે.નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ગુપ્ત પ્રાથમિક તપાસની કાર્યવાહી દરમ્યાન આ કામના આરોપીઓ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ ચલાવી રહેલ હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવું, ધમકાવવું, અનુસુચિત જાતિ જન જાતિ ઉપર અત્યાચાર, ગેરકાયદેસરની મંડળી બની ગુના આચરવારે તથા મિલ્કત સબંધી જેવા કે ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરી મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ મેળવતા હોવાનું જણાઇ આવેલ અને તેઓ છેલ્લા ઘણા સમયથી સતત રીતે પોતાની ગુનાહિત પ્રવૃતિ આચરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટનું વિસ્તરણ કરી એક નવનિયુકત મહાકાલ ગેંગ ચલાવી રહેલ હોવાનું જણાઇ આવતા મજકુર આરોપીઓની સતત ચાલી રહેલ ગુનાહિત પ્રવૃતિને અંકુશ હેઠળ લેવા સારૂ ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવી અનિવાર્ય જણાતા જે આધારે ગુજસીટોક હેઠળની કાયદાકીય જોગવાઇઓ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) ૨૦૧૫ ની કલમ ૩ (૧),૩(૨),૩(૩), ૩(૪).૩(૫) હેઠળ કુલ ૭ આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ત્રીજી ગેંગનો સફાયો કરવા ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઓર્ગેનાઇઝ ક્રાઇમ સીન્ડીકેટમાં આરોપીઓની સંડોવણી
​​​​​​​
આરોપીઓમાં સુરજકરાડી ઉધોગનગરના મુળ મેવાસાના કિશનભા ભાવુભા માણેક, આરંભડા સીમ મુળ ભાતેલના મેહુલ ઉર્ફે ભુરો કમલેશ પરમાર, ભીમરાણાના કરણભા જેઠાભા કારા, સુરજકરાડીના ઉમેશભા અજુભા માણેક, આરંભડા સીમના કનૈયા ઉર્ફે કાનો સામરા હાથીયા, એભાભા વીરાભા સુમણીયા અને આરંભડા સીમ કૃષ્ણનગરના દીપુભા વીરાભા સુમણીયાનો સમાવેશ થાય છે.  ક્રાઇમ સીન્ડીકેટના મુખ્ય સુત્રધારો સહિત કુલ ૭ આરોપીઓનો આ ગુજસીટોકના કાયદા હેઠળ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. જે તમામને હસ્તગત કરી તારીખ ૧૪/૧૦/૨૦૨૫ સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે. આ ગુનાની આગળની વધુ તપાસની કાર્યવાહી સાગર રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક, દ્વારકા વિભાગ, દ્વારકા જિ. દેવભૂમિ દ્વારકાનાઓ ચલાવી રહેલ છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application