BREAKING NEWS

રાજકોટ મ્યુનિ.સીટી બસ સ્ટોપ્સ ઉપરથી જાહેરાતો દૂર કરો: આજથી ત્રણ દિવસનું અલ્ટીમેટમ

  • December 30, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં સિટી બસ સ્ટોપ ઉપર લગાવેલી તમામ જાહેરાતો આજથી ત્રણ દિવસમાં દૂર કરવા રાજકોટ મહાપાલિકા દ્વારા અલ્ટીમેટમ અપાયું છે, મનપા હવેથી જાહેરાત લગાવનારને નહીં શોધે પરંતુ જેની જાહેરાત હશે તેને જ નોટિસ ફટકારીને દંડશે.

રાજકોટ મહાનગરપાલિકા સંલગ્ન રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા રાજકોટ શહેરના નાગરિકોને જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનાં હેતુથી બી.આર.ટી.એસ. તથા શહેરી બસ સર્વિસનું સંચાલન કરવામાં આવે છે. શહેરીજનોને બસના વેઈટીગ સમય દરમ્યાન રૂટનું સમયપત્રક અને બસમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થાની જાણ કરવા અર્થે શહેરમાં અલગ અલગ જગ્યા પર પીક-અપ અને ડ્રોપ સ્ટોપનું નિર્માણ કરવામાં આવેલ છે. આ પીક-અપ અને ડ્રોપ સ્ટોપ ખાતે ઇસમો કે પેઢીઓ દ્વારા શહેરી બસ સેવાના પીકઅપ અને ડ્રોપ સ્ટોપ પર અનાધિકૃત રીતે પોતાની જાહેરાત લગાવી શહેરી બસ સેવાના પીક-અપ અને ડ્રોપ સ્ટોપને નુકશાન પહોચાડતા હોવાનું ધ્યાને આવેલ છે.

આથી લાગુ પડતા તમામ ઇસમો અને પેઢીઓને જણાવાયુ છે કે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા નિર્મિત સીટી બસ સેવાના પીક-અપ અને ડ્રોપ સ્ટોપ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાત લગત સ્ટીકર, પોસ્ટર કે કોઈ પણ પ્રચાર પ્રસાર સામગ્રી ન લગાવવા જાણ કરવામાં આવે છે.

રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા નિર્મિત સીટી બસ સેવાના પીક-અપ અને ડ્રોપ સ્ટોપ ઉપર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાત લગાવનાર સામે ધોરણસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની સંબંધકર્તા સર્વે નોંધ લેવા વિનંતી કરાઇ છે.

વિશેષમાં જણાવવાનું કે જો કોઈ વ્યક્તિ/પેઢી દ્વારા આ પ્રકારની જાહેરાતના સ્ટીકર/પોસ્ટર લગાવેલ હોય તો આજથી દિવસ ત્રણમાં શહેરી બસ સેવાના પીક/બસ સ્ટોપને નુકશાન ન પહોંચે તે રીતે દૂર કરવા આથી જાણ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application