વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ લોકોને મેદસ્વિતા મુકત કરવા માટે અપીલ કરીને ગુજરાતમાં મેદસ્વિતા મુકત અભિયાન શ કર્યુ છે તે અંતર્ગત ભાવસિંહજી હોસ્પિલમાં ક્લિનીક શ કરીને મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ શુક્રવારે સાંજે લોકો સારવાર લેવા માટે આવ્યા હતા પરંતુ લાંબો સમય સુધી કોઇ તબીબ ફરકયા નહી હોવાથી આક્રોશ વ્યકત થયો હતો.
પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાીબટીસ અને થાઇરોઇડ જેવી છુપાયેલી બીમરીઓના નિદાન માટે મેદસ્વિતા ક્લિનિકની સફળ કામગીરી હોવાના દાવા કરાયા હતા અને સરકારી માહિતી ખાતા દ્વારા પુરતી તપાસ કર્યા વગર હોસ્પિટલના અધિકારી જે મોકલે તે બધુ જ પ્રેસના ગ્રૃપમાં શેર કરીને સરકારના ગુણગાન ગાવાની એક તક જતી કરતુ નથી ત્યારે તાજેતરમાં એવું જાહેર કરવામાં આવ્યુ હતુ કે પોરબંદરના સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત’ અભિયાનના ભાગપે મેદસ્વિતા ક્લિનિક શ કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતા સામે જાગૃતિ લાવવાનું આહવાન કર્યા બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આ પ્રકારની આરોગ્ય સેવાઓ શ કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડો. ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ ૧લી માર્ચથી કાર્યરત ક્લીનીક દર સોમવારથી શુક્રવાર સુધી સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેતુ હોવાનું જાહેર કરાયુ હતુ. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે માહિતીખાતા દ્વારા પૂરતી તપાસ કર્યા વગર જાહેર કરવામાં આવેલ આંકડા અને વધુને વધુ લોકો લાભ છે તેવી અપીલને લીધે મોટી સંખ્યામાં શહેરીજનો મેદસ્વિતા મુકત બનવા હોસ્પિટલે પહોંચી ગયા હતા પરંતુ અહીં નિયત સમયના અડધા કલાક બાદ પણ તાળા હોવાથી દૂર દૂરથી આવતા દર્દીઓને ધકકા થઇ રહ્યા હતા.
ત્યારબાદ એવુ પણ જાણવા મળ્યુ હતુ કે જે ડોકટર દ્વારા ૬૦૦ જેટલા લોકોના સારવાર નિદાન કર્યાના દાવા થાય છે તે ડોકટર તો વિદેશ યાત્રાએ હતા અને તાજેતરમાં ત્રણ-ચાર દિવસ પહેલાજ પોરબંદર આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પોરબંદર આવ્યા ત્યારે ભાવસિંહજી હોસ્પિટલની બેદરકારીની આબ લઇને ગયા હતા તેથી છાપ અને છબી સુધારવા માટે ઉપજાવી કાઢેલી હકીકતો પણ હાઇલાઇટ કરવા માંગતા સરકારી માહિતીખાતાના તંત્રએ મેદસ્વિતા કલીનીક અંગે પ્રચાર પ્રસાર કરીને લોકો પણ ગેરમાર્ગે દોરાયાની અનુભૂતિ થઇ હતી તેથી આ મુદ્ેથી ઉચ્ચકક્ષાએ તપાસ કરવામાં આવે તેવી માંગણી અહીં લાંબો સમય સુધી રાહ જોઇને ઉભેલા દર્દીઓએ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech