બગસરા બસ સ્ટેન્ડની અંદર પૂછપરછમાં તા.૨૦ને મંગળવારના વહેલી સવારે ૫:૦૦ વાગે પૂછપરછમાં કોઈની નોકરી ન હતી તેમાં વધુ વિગત જાણવા મળતા એસટી ડેપોમાં યુટિલિસમાં તે ખાનું ખાલી રાખી નોકરી લખતા ભૂલી ગયા હતા. જેથી સવારથી લોકો ટલે ચડા હતા અને વહેલી સવારથી જ બસ સ્ટેન્ડમાં આવતી બસો રજીસ્ટરમાં એન્ટ્રી થયેલ ન હતી. ત્યારબાદ મોડે સુધી કોઈ ફરકયું ન હતું અને રામ ભરોસે ઓફિસ ખુલી પંખા, લાઈટ ચાલુ ફોન પણ અધર મૂકવામાં આવ્યો હતો અને કોઈક ઓફિસને ખોલીને ચાલ્યું ગયું હોય તેમ લાગી રહ્યું હતું.
બે કલાક સુધી મુસાફરોએ બસ સ્ટેન્ડમાં પૂછપરછમાં બસ બાબતને લઈને દોડધામ મચી હતી છતાં બગસરા ડેપો મેનેજરની ઘોર બેદરકારીના લીધે બગસરાની પબ્લિકને તથા એસટીના સ્ટાફને હેરાન થવું પડું હતું કારણ કે સવારથી જ બસ અવરજવર કરતી હોય જેથી રજીસ્ટરમાં બસ લખવાની હોય છે પરંતુ જેને એસટી ડેપોની જવાબદારી સોંપી છે તેવા લોકો આનંદથી નીંદર માણીને સુઈ રહ્યા હતા અને લોકોને સવારથી કોઈને ધંધા માટે તથા કોઈને દવાખાનાના કામે અથવા કોઈના ઘરકામે જવું હોય તો કઈ બસમાં જાવું અને કોને પૂછવું આ બાબતે અમદાવાદ સેન્ટર ઓફિસ તપાસ કરી તાત્કાલિક ધોરણે પગલાં લઈ તેવું ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિનેશભાઈ હડિયલ દ્રારા પ્રેસ મીડિયા ને જણાવ્યું હતું કે એસટી ડેપોમાં પહાડ જેવા પ્રશ્નો છે જેનું નિરાકરણ આવતું નથી ડેપો મેનેજરને ફોન કરવામાં આવે છે તો તે પણ ઉપાડતા નથી જો આ બાબતે ડીસી સાહેબ તપાસ કરશે નહીં તો અમો ચેમ્બર ઓફ કોમર્સ ઉચ્ચ કક્ષાએ અમદાવાદ સેન્ટર ઓફિસને અમારી લેખિત માંગણી સાથે રજૂઆત કરવામાં આવશે તેમ પ્રેસ યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech