ગોંડલ સબ સ્ટેશનમાં ઘૂસેલા જરખનું રેસ્ક્યુ:વન વિભાગે 4 કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યું:
ગોંડલ સબ સ્ટેશનમાં ઘૂસેલા જરખનું રેસ્ક્યુ:વન વિભાગે 4 કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યું:
September 01, 2026 10:41 AM
ગોંડલ-જેતપુર રોડ પર આવેલા જેટકોના 220 કે.વી. સબ સ્ટેશનમાં ગત રાત્રે 11 વાગ્યા આસપાસ એક જરખ ઘૂસી ગયું હતું. આ ઘટનાને પગલે સબ સ્ટેશનના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.પ્રાથમિક અનુમાન મુજબ, સબ સ્ટેશનની બહારની બાજુએ આવેલી મોટી ભેખડ પરથી આ વન્યજીવ અંદરના ભાગમાં પહોંચી ગયું હતું. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ગોંડલ રેન્જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.માહિતી મળતા જ RFO એ.એ. માંગાણીની સૂચનાથી રાઉન્ડ ફોરેસ્ટર પ્રતિપાલસિંહ ચુડાસમા, રેસ્ક્યુ ટ્રેકર માધવ વ્યાસ અને હરિશચંદ્રસિંહ જાડેજા પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે પાંજરું અને જરૂરી રેસ્ક્યુ સાધનો પણ લાવવામાં આવ્યા હતા.વન વિભાગની ટીમે સતત ચાર કલાક સુધી ભારે જહેમત અને સૂઝબૂઝ દાખવીને જરખનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. મોરબી વન વિભાગના DCF સુનિલ ડેરવાલના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.રેસ્ક્યુ કરાયેલા જરખને હવે સુરક્ષિત રીતે કુદરતી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગની સમયસૂચકતા અને સક્રિયતાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને વન્યજીવનો પણ સુરક્ષિત બચાવ થયો હતો.
Rescue of a monkey that entered Gondal sub station Forest department safely pulled it out after 4 hours of effort