રિઝર્વ બેન્ક દ્વારા દેશના 18 અગ્રણી શહેરોમાં થતા મકાનોના દસ્તાવેજોને આધારે તૈયાર કરવામાં આવતો ઓલ-ઈન્ડિયા હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સ (એચપીઆઈ) જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (ક્વાટર-2)માં ૨.૨ ટકાની ધીમી ગતિએ વધ્યો છે. ગત વર્ષે આ ગાળામાં આ ઈન્ડેક્સ 7 ટકા વધ્યો હતો.
ત્રિમાસિક ધોરણે એટલેકે ક્વાટર-1ની સરખામણીમાં ઈન્ડેક્સ 0.6 ટકા ઘટ્યો હતો અને એચપીઆઈની વેલ્યૂ ક્વાટર- 2માં ઘટીને 112.7 થઈ હતી, જે ક્વાટર-1માં 113.4 હતી. રિયલ એસ્ટેટના રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ભાવનો તાગ મેળવવા માટે આ ઈન્ડેક્સ મહત્વનો ઈન્ડિકેટર માનવામાં આવે છે.
અત્યાર સુધી આ ઈન્ડેક્સ 2010-11ના બેઝ યર મુજબ તૈયાર થતો હતો, પરંતુ આ વખતે 2022-23નું બેઝ યર ગણીને તૈયાર કરવામાં આવ્યો છે, જેથી વધુ વાસ્તવિક આંકડા મળી શકે. આરબીઆઈએ કહ્યું હતું કે નાગપુર, ગાઝિયાબાદ, ચંડીગઢ જેવા શહેરોમાં એચપીઆઈ નોંધપાત્ર વધ્યો હતો. બીજી તરફ કોલકાતા, ચેન્નઈ, લખનૌ, હૈદરાબાદમાં ઈન્ડેક્સ ઘટ્યો હતો જેને કારણે એચપીઆઈની વેલ્યૂ ક્વાટર-2માં ઘટીને 112.7 થઈ હતી, જે ક્વાટર-1માં 113.4 હતી. ત્રિમાસિક ધોરણે એટલે કે ક્વાટર-1ની સરખામણીમાં ઈન્ડેક્સ 0.6 ટકા ઘટ્યો હતો.
આરબીઆઈ જે 18 શહેરોને આવરી લઈને આ ઈન્ડેક્સ તૈયાર કરે છે તેમાં અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, લખનૌ, જયપુર, કાનપુર, કોચી, હૈદરાબાદ, તુરુવનંતપુરમ, પુણે, ગાઝિયાબાદ, થાણે, ગૌતમ બુદ્ધ નગર, ચંડીગઢ, અને નાગપુરનો સમાવેશ છે.