BREAKING NEWS

અનામતના રોસ્ટર, પક્ષના ક્રાઇટેરિયાએ સમીકરણો બદલતા દાવેદારોની સંખ્યામાં ઉછાળો

  • April 03, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિરીક્ષકો દ્રારા છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે ઉત્સુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી જે અંતર્ગત કુલ ૧૦૧૮ દાવેદારોએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી હતી. ગત સાંજે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે, હવે આજથી બે દિવસ સુધી દાવેદારોના ફોર્મનું સ્ક્રુટીનાઇઝેશન થશે ત્યારબાદ રજૂ કરવા લાયક અને ખરા અર્થમાં દાવેદાર જણાતા હોય તેવા દાવેદારોનું લિસ્ટ પ્રદેશ ભાજપ સમક્ષ રજૂ કરવામાં આવશે.
પ્રથમ વખત ૨૭.૫ ટકા ઓબીસી અનામતની અમલવારી સાથે આવેલા અનામતના નવા રોસ્ટરએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે, તદઉપરાંત પક્ષે ઉમેદવાર માટે નક્કી કરેલો ક્રાઇટેરિયા જેમાં ૬૦ વર્ષ પૂર્ણ થયા હોય, ત્રણ ટર્મ પૂર્ણ થઇ હોય કે સંગઠનમાં હોદ્દો ધરાવતા હોય તેને ટિકિટ નહીં અપાય તેવા કારણોસર દાવેદારોની સંખ્યામાં જબરો ઉછાળો આવ્યો છે. અલબત્ત અમુક સિટિંગ કોર્પેારેટરો તેમજ અમુક પૂર્વ કોર્પેારેટરોએ તેમના પત્ની, પુત્ર, ભાણેજ કે ભત્રીજાની દાવેદારી નોંધાવી છે.
રાજકોટ ખાતે પ્રદેશ ભાજપના નવ નિરીક્ષકો રાય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઇ પટેલ, જીેશભાઈ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન દવે, યુવા ભાજપ મોરચા મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઇ પટેલ, નટુજી ઠાકોર, સુરેશભાઇ પટેલ અને સીતાબેન પટેલ દ્રારા દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. હવે આ પ્રદેશ નિરીક્ષકો ફોર્મ સ્ક્રુટિની કરીને સોંપવાલાયક જણાય તેવા નામોનું લિસ્ટ પ્રદેશને સોંપશે. સંભવત: આગામી તા.૧૦ એપ્રિલ સુધીમાં ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી પ્રબળ સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application