BREAKING NEWS

પાંચ મહિનામાં ત્રણ મંત્રીના રાજીનામા કેબિનેટ ફેરફારની અટકળો તેજ બની

  • October 14, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોદી સરકારના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે તેવી અટકળોએ ફરી જોર પકડું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાયમંત્રી એલ. મુગને મંત્રીપદ ઉપરાંત રાયસભાની સભ્યતા છોડવાની જાહેરાત કર્યા બાદ કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલ અંગેની ચર્ચા વધુ તેજ બની છે.
મુગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાંચ પાનાનો પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તમિલનાડુમાં જઈને ભાજપના સંગઠનને મજબૂત કરવા માટે સંપૂર્ણ સમય આપવા માગે છે. તેઓ મધ્ય પ્રદેશમાંથી રાયસભાના સભ્ય છે અને તેમનો કાર્યકાળ એપ્રિલ ૨૦૩૦ સુધીનો છે. આમ છતાં તેમણે રાયસભામાંથી પણ મુકત કરવાની વિનંતી કરી છે.
મુગનના રાજીનામા પહેલાં જ યોર્જ કુરિયન રાજીનામું આપી ચૂકયા છે, યારે રવનીતસિંહ બિટ્ટત્પએ પણ જુલાઈમાં પદ છોડું હતું. પાંચ મહિનામાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓના રાજીનામા પછી મંત્રીમંડળમાં ખાલી જગ્યાઓ વધી છે. ભાજપના કેટલાક વર્તમાન કેન્દ્રીય મંત્રીઓને રાયસભાની નવી ટર્મ માટે ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા નથી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને ઉત્તર પ્રદેશમાંથી ફરી રાયસભાની ટિકિટ આપવામાં આવી નથી, જોકે તેઓ હજુ કેન્દ્રીય મંત્રી છે. ગ્રાહક બાબતોના રાયમંત્રી બી. એલ. વર્માને પણ ફરી રાયસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી અને તેઓ પણ મંત્રીપદે યથાવત છે.
આ પરિસ્થિતિને કારણે સરકાર ટૂંક સમયમાં મંત્રીમંડળનું પુનર્ગઠન કરી શકે અને પાંચ જેટલા નવા ચહેરાને સ્થાન આપી શકે તેવી ચર્ચા છે. જોકે ભાજપ અથવા કેન્દ્ર સરકારે કેબિનેટ ફેરફાર અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. મુગનના રાજીનામાએ માત્ર રાજકીય અટકળોને વધુ વેગ આપ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application