BREAKING NEWS

ગંગામાં નાવ પલટી, ૧૪નાં મોત મૃતકોમાં મોટાભાગના બાળકો

  • October 14, 2026 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારના હાજીપુર નજીક ગંગા નદીમાં નાવ પલટી જતાં ૧૪ લોકોના મોત થયા છે. રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર શ્યામચદં ગામ નજીક મંગળવારે મોડી સાંજે બનેલી આ દુર્ઘટનામાં નાવમાં ૨૦થી વધુ લોકો સવાર હતા. તેઓ એક ભોજન સમારંભમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.નાવ અચાનક પલટી જતાં તેમાં સવાર લોકો ગંગામાં ખાબકયા હતા. દુર્ઘટના એટલી ઝડપથી બની કે નાવમાં બેઠેલા લોકોને પોતાને બચાવવાની તક પણ મળી નહોતી. સ્થાનિક લોકો અને વહીવટી તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી શ કરી હતી. અધિકારીઓએ ૧૪ લોકોના મોતની પુષ્ટ્રિ કરી છે. છ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે યારે ત્રણ લોકોને સલામત રીતે બચાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. મૃતકોમાં મોટાભાગે બાળકો હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.બિહાર સરકારે મૃતકોના પરિવારજનોને . ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને શ્રે સારવાર મળે અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે વહીવટી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. દુર્ઘટના કયા કારણથી બની તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. નાવમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હતા કે કેમ, પાણીનો પ્રવાહ જવાબદાર હતો કે અન્ય કોઈ કારણથી નાવ પલટી તે અંગે તપાસ કરવામાં આવશે.રાઘોપુર વિસ્તારના રાજકીય નેતાઓએ પણ ઘટનાને અત્યતં દુ:ખદ ગણાવી છે. દુર્ઘટના બાદ ગંગા કિનારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને પોતાના સ્વજનોની શોધ કરતા પરિવારોમાં ભારે ગમગીનીનો માહોલ સર્જાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application