પૂનમબેનને જંગી મતોથી વિજય અપાવવા મહેર-સતવારા સમાજનો સંકલ્પ

  • April 29, 2024 11:53 AM 


દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત વખતે મહેર તથા સતવારા સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સમર્થન આપીને પ્રચંડ જીત માટે બંને સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા કરવામાં આવી અપીલ



12-જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુશિક્ષીત, સ્વચ્છ છબી ધરાવતા અને હેટ્રીક નોંધાવનારા પૂનમબેન માડમને લોકસભાની પ્રવર્તમાન ચૂંટણીમાં જંગી મતોની લીડથી જીતાડવા માટે મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે અને વિકાસ પુષ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પ્રચંડ સમર્થન આપી ફરી એક વખત સુકાન સોંપવાની બંને સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.


12 લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત અન્વયે મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા શ્રી પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ તબબકે કલ્યાણપુર તાલુકાના મહેર સમાજના આગેવાનો સાથે શ્રી પૂનમબેન માડમએ બેઠક કરીને રાષ્ટ્રસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને ફરીવાર જીતાડવા અને મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા પોતાનો પવિત્ર અને કિંમતી મત મોદી સરકારને આપવા અપીલ કરી છે.


આ ઉપરાંત સતવારા સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રચંડ સહકાર અને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરાઇ હતી.
આ તબ્બકે, 12 લોકસભા (જામનગર દેવભૂમિ) દ્વારકાના સાંસદ તથા ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટ મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ખીમભાઇ ભોચીયા, પરબતભાઇ, માલદેભાઇ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઇ ઓડેદરા, કેશુભાઈ મહેર, પીન્ટુભાઇ અદ્રેજા, કરશનભાઇ મહેર, રમેશભાઈ મહેર, સતવારા સમાજના તા.પ. પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તા. ભાજપ પ્રમુખ દેવાયતભાઈ ગોજીયા, બક્ષી. મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એલ પરમાર, જી.પ. કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણજારીયા, શૈલેષ કણજારીયા, અગ્રણીઓ રતનસીભાઈ કણજારીયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઇ ડાભી, મનજી પરમાર સહીત સમાજ ના અગ્રણીઓ, કાર્યકતર્ઓિ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application