કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામના રહીશ નરેન્દ્રભાઈ રામદેભાઈ કરંગીયા નામના 52 વર્ષના આહીર આધેડ અગાઉ તેમની જમ્મુ કાશ્મીર ખાતેની આર્મીમાં ફરજ પર હતા, તે દરમિયાન બારા મુલ્લાથી બારબોર ડબલ બેરલનું હથિયાર ખરીદ કર્યા બાદ તેઓ 24-2-2007 થી નિવૃત્ત થયા પછી પણ ભાટિયા ખાતે પોતાના રહેણાંક મકાનમાં રાખીને આ હથિયાર અંગે સંબંધીત કચેરીને કોઈપણ જાણ કરી ન હતી. આથી રૂપિયા 32 હજારની કિંમતનું ડબલ બેરલ હથિયાર રાખી, અને તેની શરતો નિયમોનું ઉલ્લંઘન કરવા સબબ કલ્યાણપુરના પી.એસ.આઈ. કે.પી. ઝાલાની ફરિયાદ પરથી નરેન્દ્રભાઈ કરંગીયા સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાણવડમાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ
ભાણવડના શીતલ પાર્ક વિસ્તારમાં રહેતા વિપુલભાઈ મૂળજીભાઈ હિરાણી નામના 47 વર્ષના પટેલ વેપારી યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરીને ભાણવડના રહીશ ધીરુભાઈ તુલસીદાસ પરમાર દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયાસ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ધીરુભાઈ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરઝરના વૃદ્ધ ઉપર લાકડી હુમલો: ત્રણ સામે ફરિયાદ
ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા જીવાભાઈ મનજીભાઈ ચૌહાણ નામના 60 વર્ષના વૃદ્ધ દ્વારા તેમના ઘર પાસે દારૂ પી ને ગાળો બોલવાની ના કહેતા આ બાબતથી ઉશ્કેરાયેલા પરબત મનજી, માલદે પરબત અને અજય કેશુર નામના ત્રણ શખ્સો દ્વારા ફરિયાદી જીવાભાઈને ઢીકા-પાટુનો માર મારી, લાકડી વડે ઇજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
સોનારડીનો બાઈક ચાલક પીધેલી હાલતમાં ઝડપાયો
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વાડી વિસ્તારમાં રહેતા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના 40 વર્ષના શખ્સને પોલીસે કોફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂપિયા પંદર હજારની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ નીકળતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech