BREAKING NEWS

સોમનાથ દર્શને જતા નિવૃત્ત ડીવાયએસપી ટ્રેનમાં બેભાન થયા, હાર્ટ એટેકથી મોત

  • November 27, 2025 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર દર્શને આવેલા મધ્યપ્રદેશના નિવૃત્ત ડીવાયએસપી દ્વારકાથી સોમનાથ દર્શને જતા હતા ત્યારે ચાલુ ટ્રેનમાં હાર્ટએટેક આવતા મોત નિપજ્યુ હતું. જ્યારે જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું.


જાણવા મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના નિવૃત્ત ડીવાયએસપી કમલ ભાનું સિંધ મુત્વજયદેવ સિંહ કરચોલી (ઉ.વ.67) સૌરાષ્ટ્રમાં દર્શનાર્થે આવ્યા હોય અને દ્વારકાથી ઓખા-સોમનાથ ટ્રેનમાં બેસી સોમનાથ દર્શન કરવા જતા ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર પહોંચતા ચાલુ ટ્રેનમાં બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટ એટેકથી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે રેલવે પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


જ્યારે બીજા બનાવમાં પરા પીપળીયા ગામે રહેતા ભીખાભાઇ આલાભાઇ તાલાસરા (ઉ.વ.54) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક એક ભાઇ બે બહેનમાં વચેટ અને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. હૃદય રોગનો હુમલોથી પ્રૌઢનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application