BREAKING NEWS

બ્લૂમબર્ગ ઇન્ડેકસમાં ભારતીય બોન્ડસ સામેલ થશે તો વધશે ડેટ ફંડસનું રિટર્ન

  • June 09, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકાર દેશના સરકારી બોન્ડસ (જી–સેક)ને વિશ્વના અગ્રણી બોન્ડ ઇન્ડેકસમાં સામેલ કરાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં સરકાર દ્રારા કરવામાં આવેલા નીતિગત સુધારાઓ અને ટેકસ સંબંધિત આપવામાં આવેલી છૂટછાટોને કારણે વૈશ્વિક સ્તરે ભારતની દાવેદારી વધુ મજબૂત બની છે. જો ભારતીય સરકારી બોન્ડસને 'બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીગેટ ઇન્ડેકસ' જેવા મોટા વૈશ્વિક બોન્ડ ઇન્ડેકસમાં સ્થાન મળશે તો દેશમાં અબજો ડોલરનું વિદેશી રોકાણ આવવાનો માર્ગ મોકળો બનશે. સરકારી બોન્ડસમાંથી મળતા વ્યાજ અને કેપિટલ ગેઈન પર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને ટેકસમાંથી મુકિત આપવાના સરકારના નિર્ણયને કારણે આ ઇન્ડેકસમાં ભારતના સામેલ થવાની સંભાવનાઓ ખૂબ વધી ગઈ છે. આ મહત્વકાંક્ષી સૂચકાંકની સમીક્ષા ચાલુ મહિનાના મધ્યમાં પ્રસ્તાવિત છે.
અગાઉ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં બ્લૂમબર્ગ સર્વિસેજ ઇન્ડેકસે પરિચાલન સંબંધિત મુદ્દાઓ અને વિસ્તૃત તપાસની જરિયાત ગણાવીને ભારતીય સરકારી બોન્ડસને સામેલ કરવાનો નિર્ણય ટાળી દીધો હતો. જો કે, બોન્ડ માર્કેટને મજબૂત બનાવવું એ સરકારની મુખ્ય નીતિગત પ્રાથમિકતા રહી છે. સરકારે તેના માટે મહત્વના કદમ ઉઠાવ્યા છે. ભારત ઓલરેડી જેપી મોર્ગન અને એફટીએસઈ રસેલના ઉભરતા બજારના બોન્ડ ઇન્ડેકસનો એક હિસ્સો છે, પરંતુ હવે 'બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીગેટ ઇન્ડેકસ' માં તેનો પ્રવેશ થવાની આશા છે. આ ઇન્ડેકસમાં જોડાવાથી પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાની ઈચ્છા રાખતા વૈશ્વિક રોકાણકારો ભારતીય બજાર તરફ આકર્ષાશે. વિદેશી રોકાણકારો લાંબા ગાળા માટે બોન્ડસમાં નાણાં રોકે છે અને તેમનામાં વધુ જોખમ ઉઠાવવાની ક્ષમતા હોય છે, જેનાથી ભારતીય બોન્ડ માર્કેટ વધુ વ્યાપક અને લિકિવડ (રોકડ સભર) બનશે.અહેવાલના આંકડા અનુસાર, ભારતીય સરકારી બોન્ડસમાં અલગ–અલગ સંસ્થાઓના રોકાણની વાત કરીએ તો કમર્શિયલ બેંક ૩૬.૬ ટકા સાથે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. વીમા કંપનીઓ ૨૬.૨ ટકા હિસ્સો ધરાવે છે. નાણાકીય સંસ્થાઓ૧૩.૭૮ ટકા હિસ્સો ધરાવે છે. ઈપીએફઓ ૪.૫૯ ટકા હિસ્સો ધરાવે છે. પેન્શન ફંડસ ૪.૧૮ ટકા હિસ્સો ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડસ: ૨.૬૯ ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી રોકાણકારો હાલમાં માત્ર ૧.૫૯ ટકા જેટલો જ મર્યાદિત હિસ્સો ધરાવે છે. અન્ય સંસ્થાઓરોકાણકારો: ૧૦.૩૭ ટકા હિસ્સો ધરાવે છે.વૈશ્વિક બોન્ડ ઇન્ડેકસમાં ભારતનો સમાવેશ થવાથી અર્થતંત્રને પાંચ મોટા ફાયદા થશે. જેમાં વિદેશી મૂડીના પ્રવાહમાં ટેકસમાં કાપ મુકાવાને કારણે અંદાજે ૭૦ અબજ ડોલર જેટલું માતબર વિદેશી ભંડોળ ભારતીય બોન્ડસમાં રોકાય તેવી સંભાવના છે. સરકારી ઉધારીના ખર્ચમાં ઘટાડો થશે જેમાં ગ્લોબલ બોન્ડ ઇન્ડેકસમાં જોડાવાથી સરકાર માટે બજારમાંથી નાણાં ઉધાર લેવાની પડતર કિંમતમાં ઘટાડો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application