જામનગર : જી.જી.હોસ્પિટલના બિલ્ડીંગના પાર્કિંગ માટે જામ્યુકો દ્વારા સમીક્ષા
જામનગર : જી.જી.હોસ્પિટલના બિલ્ડીંગના પાર્કિંગ માટે જામ્યુકો દ્વારા સમીક્ષા
November 04, 2025 01:20 PM
જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવીનીકરણ પ્રોજેક્ટના ભાગરૂપે, નવા બાંધકામની જગ્યાના ડીમોલિશન અન્વયે તૈયાર થઈ ચૂકેલા નવા ઘઙઉ એરિયામાં તબક્કાવાર શિફ્ટિંગ માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર જામનગર દ્વારા મોકલવામાં આવેલી ટીમ સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા જાહેર જનતાને શિફ્ટિંગ દરમિયાન મહત્તમ સગવડ મળી રહે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે.
જાહેર જનતાના લાભાર્થે, જ્યારે ઓપીડી વિસ્તારમાં દૈનિક આશરે ૬૦૦૦ દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓની અવર-જવર રહેશે તેવા સંજોગોમાં તેમના માટેની બેઠક વ્યવસ્થા અને જરૂરી પાર્કિંગ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પાર્કિંગ વ્યવસ્થા માટે કોલેજ કમ્પાઉન્ડની દિવાલની બહારનો વિસ્તાર તૈયાર કરવા માટેનું જાત નિરીક્ષણ કરીને તેની દરખાસ્તો તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરને સાદર કરવામાં આવી છે.
આ તમામ વિસ્તાર યોગ્ય પાર્કિંગ અને અન્ય જરૂરી સગવડો સાથે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ જ જી.જી. સરકારી હોસ્પિટલ ખાતેની ઓપીડીને નવા બનાવેલા અત્યાધુનિક બાંધકામમાં શિફ્ટ કરવાની થશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.